સીંગવડ,સીંગવડ તાલુકાના ચાચાકપુર ગામે એમજીવીસીએલને વીજ થાંભલો ઉભો કરવા માટે ભાણપુર ભમેલા ગામથી માણસ બોલાવવામાં આવ્યો હતો. તે માણસ દ્વારા થાંભલો ઉભો કરવા જતા ઈલેકટ્રીકનો થાંભલો પડતા એકનુ મૃત્યુ થયુ હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર સીંગવડ તાલુકાના ચાચકપુર ગામના ડામોર શૈલેષભાઈ ગલજીભાઈએ ભમેલા ગામના ભાભોર રમણભાઈ વરસીંગભાઈને ઈલેકટ્રીકનો થાંભલો વ્યકિતગત લાભ માટે જોખમી પ્રકારનુ કામ કરવા માટે જરૂરી એવી સલામતીના આયોજન કર્યા વગર બેજવાબદારી રીતે કામ કરવાના કારણે નિર્દોષ માણસોને જાનહાનિ કે ઈજા થઈ શકે તેવુ જાણવા છતાં બેદરકારી દાખવી સલામતી સંબંધિ પુરતી તકેદારી ના રાખી આરોપીએ કામ કરવાનુ અનુભવ ન હોવા છતાં કોઈપણ જાતના સુરક્ષાના સાધનો રાખ્યા વગર ગંભીર બેદરકારી રાખી રમણભાઈ વરસીંગભાઈ ભાભોર જાતે સિમેન્ટનો વજનદાર ઈલેકટ્રીક થાંભલો ઉભો કરાવવા જતા આ ઈલેકટ્રીક થાંભલો રમણભાઈ ભાભોરના ઉપર પડતા તેનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે તેની જાણ તેમના ધરના લોકોને થતાં તે ધટના સ્થળે પહોંચી થતાં સામે વાળા ધરે છોડીને નાસી છુટ્યા હતા.આ અંગે રંધિકપુર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાયો હતો.