- જુલાઈ મહિનામાં ત્રીજીવાર વધ્યા ભાવ.
રાજકોટ, જુલાઈ મહિનાની શરૂઆતથી જ સીંગતેલના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સિંગતેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો થતાં ભાવ 3090 પર પહોંચ્યો છે. 3100 ને આડે હવે બસ 10 રૂપિયાનું છેટું છે. છેલ્લા ચાર દિવસમાં સિંગતેલના ડબ્બામાં 80 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તો છેલ્લાં 13 દિવસમાં રૂપિયા 170 નો વધારો જોવા મળ્યો છે. જોકે, રાહતના સમાચાર એ છે કે, કપાસિયા તેલના ભાવ હાલ સ્થિર છે. તેમાં કોઈ વધઘટ નથી થઈ રહી. પિલાણવાળી મગફળી ઓછી આવતી હોવાના બહાના સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. જેનો માર નાગરિકો પર પડી રહ્યો છે.
તહેવારો પહેલાં સીંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. સીઝનની શરૂઆત પહેલા જ સીંગતેલમાં ડબ્બા દીઠ વધારો ઝીંકાયો છે. જુલાઈના ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો થયો છે. વધતી મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક ડામ પડ્યો છે. તહેવારો નજીક આવતા જ તેલના ભાવ વધ્યા છે. આજના લેટેસ્ટ અપડેટ અનુસાર, તેલનું માર્કેટ ઉંચકાયું છે. જેને કારણે ખાસ કરીને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે.
રાજકોટના તેલના માર્કેટના અપડેટ અનુસાર, જુલાઈ મહિનામાં ત્રીજીવાર તેલના ભાવમાં વધારો કરાયો છે. આ પહેલા 7 જુલાઈ અને 13 જુલાઈના રોજ તેલના ભાવ વધ્યા હતા. ત્યારે હવે એક મહિનામાં ત્રીજીવાર તેલના ભાવમાં વધારો કરાયો છે.
મોંઘવારીના લીધે ગૃહિણીઓની હાલત કફોડી બની છે. ખાદ્યતેલ, શાકભાજી તેમજ કઠોળના ભાવમાં ધરખમ વધારો થયો છે. વેપારીઓ કહે છે કે, ખાદ્યતેલોમાં ભાવ વધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે. ખાદ્યતેલોના ભાવ ઉંચા રહેતા સીંગદાણા અને મગફળીના ભાવ પણ ઉંચે ગયા છે. જુન માસમાં મુખ્ય અને સાઈડ તેલ બંનેમાં તેજી જળવાયેલી હીત, પરંતુ જુલાઈ આવતા જ ભાવ આસમાને ગયા છે. સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવુ છે કે, ભાવવધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે.

રાજકોટના ખાદ્યતેલના વેપારી ભાવેશભાઈએ જણાવ્યું કે, ખેડૂતોને પાકનો પૂરો ભાવ મળતો નથી અને વેપારીની સંગ્રહખોરીના લીધે મોંઘવારી વધે છે. મોંઘવારી પર સરકારે વિચારવાની જરૂર છે. મગફળીનો સ્ટોક પૂરો થતાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. વાવાઝોડાને લીધે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. એક મહિના પૂર્વે સિંગતેલના ભાવમાં રૂપિયા 70 થી 80 નો ઘટાડો થયો હતો, જે ફરીથી તેમાં તેટલો જ રૂપિયા 70 થી 80 નો વધારો થયો છે. ઉત્તર પ્રદેશથી જે મગફળી આવે છે, તેની આવકમાં રૂકાવટ થતાં ભાવ વધારો થયો છે. સાથે જ મગફળીની આવક વરસાદને કારણે ઓછી થઈ છે. તેથી મગફળીની આવક ઘટતા પિલાણ પણ ઘટ્યું છે.