
રાજકોટ,ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે સીંગતેલમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ત્રણ દિવસમાં સીંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા ૧૦૦નો વધારો નોંધાયો છે. સીંગતેલ ડબ્બાના ભાવ ૨૮૬૦થી ૨૯૧૦ થયા છે. લગ્નસરા સીઝનની ઇફેક્ટ ભાવવધારા માટે કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. સાઈડતેલોના ભાવમાં વધારા કોઈ મોટો તફાવત જોવા મળ્યો નથી.
સીંગતેલમાં ભાવમાં સતત તેજી જોવા મળી છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં ૫૦ થી ૬૦ રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. તો તેને પગલે પામ ઓઇલ સનફ્લાવર ઓઇલ સહિતના સાઈડ તેલમાં પણ ૪૦થી ૫૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સીંગતેલના ભાવમાં ૧૦૦નો વધારો જોવા મળ્યો છે. પામ તેલના ડબ્બાનો ભાવ ૧૫૨૫થી ૧૫૩૦ રૂપિયા પહોંચી ગયો છે. સનફ્લાવર તેલના ડબ્બાના ૧૬૨૦થી ૧૬૬૦ થઈ ગયા છે. મગફળી, કપાસની ઓછી આવક માવઠા સહિતના કારણો આગળ ધરી ખાદ્યતેલોના ભાવમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે.
તેલીયા રાજાઓનું કહેવું છે કે મગફળી કપાસની હાલ યાર્ડમાં ઓછી આવક છે. તેમજ હાલમાં જે કમોસમી વરસાદ પડ્યો છે. તેના કારણે ઉનાળુ પાકને પણ અસર પહોંચી છે. જે સહિતના કારણો આગળ ધરી ખાદ્યતેલોમાં ફરી એક વખત આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.