મુંબઇ, અજય દેવગનની બ્લોક બસ્ટર ફિલ્મ સિંઘમની સીક્વલનું શૂટીંગ પુર જોશમાં ચાલી રહ્યું છે. રોહિત શેટ્ટીએ સિંઘમ અગેઇનને માત્ર બાજીરાવ સિંઘમ એટલે કે અજય દેવનના દમ પર ચલાવવાના બદલે મલ્ટિસ્ટાર ફિલ્મ બનાવવાનું આયોજના બદલે મલ્ટિસ્ટાર ફિલ્મ બનાવવાનું આયોજન કર્યું છે. આ ફિલ્મમાં હીરોને સાથ આપવા માટે બોલીવૂડના મોંઘ સ્ટાર્સને લેવામાં આવ્યા છે ત્યારે વિલનગીરીને પણ તેટલી જ દમદાર બનાવવા બે વિલન રાખવામાં આવ્યા છે.
સિંઘમ અગેઇનમાં વિલન તરીકે અર્જુન કપૂરનો ખુંખાર લૂક અગાઉ જાહેર થયો હતો. પરંતુ ફિલ્મમાં બીજા વિલન અંગે સસ્પેન્સ રખાયું હતું. શ્રીનગરના અંતરિયાળ વિસ્તારમાં ફિલ્મના શૂટીંગ દરમ્યાન જેકી શ્રોફ અને અજય દેવગન વચ્ચેની લડાઇનો સીન વાઇરલ થયો છે. જેના કારણે ફિલ્મમાં બીજા વિલન તરીકે જેકી શ્રોફની સંદગી બાબતે સમર્થન મળ્યું છે.
રોહિત શેટ્ટી પણ કોપ યુનિવર્સને મોટું કરી રહ્યા છે. હીરોના રોલમાં એક માત્ર અજય દેવગન હોવા છતાં સિંઘમ ફ્રેન્ચાઇઝીની બંને ફિલ્મો હીટ રહી હતી. જો કે સિંઘમ અગેઇનને વધારે ભવ્ય અને આકર્ષક બનાવવા રોહિત શેટ્ટીએ તેમાં સંખ્યાબંધ સ્ટાર્સનો સમાવેશ કર્યો છે. અક્ષયકુમાર ટાઇગર શ્રોફ રણવીરસિંહ, દીપીકા પાદુકોણ બાદ હવે ફિલ્મની ટીમમાં સલમાન ખાનનો પણ સમાવેશ થયો છે. પોલીસ ઓફિસરના રોલમાં સલમાન ખાનની ફિલ્મ દબંગ જાણીતી છે. દબંગના કેરેક્ટર ચુલબુલ પાંડેના રોલમાં જ સલમાન ખાન કેમિયો કરવાના છે.
અજય દેવગન અને રોહિત શેટ્ટી સાથે સિંઘમ અગેઇનની ટીમ કાશ્મીર પહોંચી છે. કલમ ૩૭૦ની નાબૂદી બાદ અનેક ફિલ્મ મેર્ક્સ કાશ્મીર તરફ નજર દોડાવી રહ્યા છે. આ યાદીમાં રોહિત શેટ્ટીનું નામ પણ ઉમેરાયું છે. શ્રીનગરના અંતરિયાળ વિસ્તારોમાં આ ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું છે. સેટ પરથી એક વીડીયો વાઇરલ થયો છે જેના કારણે ફિલ્મમાં બે વિલન હોવાી અટકળોને સમર્થન મળે છે.
અર્જુન કપુરે વિલનનો રોલ કર્યો હોવાનું અગાઉ જાહેર થઇ ચૂક્યું છે. પરંતુ ફિલ્મમાં બીજા વિલન તરીકે જેકી શ્રોફ હોય તેવી અપડેટ આવી નથી. વાઇરલ વીડિયોમાં અજય દેવગન અને જેકી શ્રોફ વચ્ચેનો ફાઇટ સીન જોવા મળે છે. આ સીનમાં બંને સ્ટાર્સની સાથે તેમના બોજડી ડબલ પણ છે. શ્રીનગરની ગલીઓમાંથી અજય દેવગન અને ટીમે જેકી શ્રોફની ધરપકડ કરી છે. આ સીનના કારણે ફિલ્મમાં જેકી શ્રોફની હાજરીને સમર્થન મળ્યું છે. ફિલ્મને નવેમ્બર મહિનામાં રીલીઝ કરવાનો પ્લાન છે.