સિંગાપોર : સિંગાપોરમાં એશિયાની સૌથી મોટી લાકડાની ઈમારત બનાવવામાં આવી છે. ઈમારતની અંદર પ્રવેશતા જ વ્યક્તિને જંગલનો અહેસાસ થાય છે. આ નવી ૬ માળની ઈમારતમાં પ્રવેશ કરતા જ જંગલનો અહેસાસ થાય છે. આ ઈમારતની ઉંચાઈ ૮૧ ફિટ છે. અને કોલેજ કેમ્પસના રૂપમાં આ ઈમારત બની છે. તેને બનાવવામાં ૭ અબજ રૂપિયાનો ખર્ચ થયો છે.૪૩ હજાર વર્ગમાં ફેલાવો: આ લાક્ડાની ઈમારતનું નિર્માણ થયાની વાસ્તુકાર ટોયો ઈટોએ કર્યું છે. ૪૩૫૦૦ વર્ગ મીટરમાં ફેલાયેલી આ ઈમારતમાં ૯૦ ટકા સુધી લાકડાનો જ ઉપયોગ થયો છે. બેન્ચ, દરવાજા, રૂમ અને દીવાલ બધુ લાકડાનું છે.
પૃથ્વીની પ્રાચીન ગ્રીક દેવી પર રખાયું ઈમારતનું નામ; કાષ્ઠની આ ઈમારતનું નામ પૃથ્વીની પ્રાચીન ગ્રીક દેવી ’ગૈયા’નું નામ રાખવામાં આવ્યું છે. મેમાં આ ઈમારતને ખોલી નાખવામાં આવી હતી. આ ઈમારતમાં ૧૯૦ સીટ વાળો સભાખંડ, એક ડઝન વ્યાખ્યાન થિયેટર, અનુસંધાન સુવિધાઓ, ફેકલ્ટી કાર્યાલય, અને દવાદાર છતો છે.
આ ઈમારતનું બાંધકામ ઓસ્ટ્રિયા, સ્વીડન અને ફિનલેન્ડમાંથી મળતા સ્પ્રુસના વૃક્ષના લાકડામાંથી કરાયું છે. ઉલ્લેખનીય છે કે પિસ્કોન્સિનની ૨૫ માળની એસેન્ટ ઈમારત દુનિયાની સૌથી મોટી લાકડાની ઈમારત છે જે ૨૮૪ ફિટ ઉંચી છે.