સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો

અમદાવાદ, અમદાવાદમાં ફરીથી સીંગતેલ અને કપાસિયા તેલના ભાવે માઝા મૂકી છે. બંને તેલના ભાવમાં ડબ્બે ૧૦૦ રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જો કે સીંગતેલનો ભાવ તો એક સમયે ડબ્બે ૩૨૦૦ રૂપિયાને આંબી ગયો હતો અને તેના પછી ઘટ્યો હતો.

હાલમાં સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૮૪૦ને પાર ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૧,૭૪૦ પર પહોંચ્યો છે. આમ સીંગતેલના ભાવે ફરીથી પાછી ડબ્બે ત્રણ હજાર તરફ તો કપાસિયા તેલના ડબ્બાના ભાવે ડબ્બે ૧,૭૪૦ તરફ દોટ લગાવી છે.

જો કે સીંગતેલના ભાવવધારાથી લોકોને આશ્ર્ચર્ય એ વાતનું થયું છે કે ચૂંટણી આવે ત્યારે બધાના ભાવ ઘટતા હોય છે તો સીંગતેલના ભાવ કઈ રીતે ઘટ્યા. પેટ્રોલ જેવા પેટ્રોલ અને ડીઝલ જેવા ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે ત્યારે આ વખતે આ ભાવવધારાએ આશ્ર્ચર્ય સર્જયુ છે. તેમને લાગી રહ્યુ છે કે સત્તાવાળાઓને સત્તાને મદ ચઢી ગયો છે. તેમને ચૂંટણીમાં તેમનો વિજય નિશ્ર્ચિત લાગી રહ્યો છે. લોકોને લાગી રહ્યુ છે કે આ તો એક હાથ લે અને બીજા હાથે દે જેવી સ્થિતિ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા તો સામે સીંગતેલના ભાવ વયા. હવે પેટ્રોલ-ડીઝલ વગર ચાલવાનું જ નથી. આ જ રીતે ગુજરાતીઓને સીંગતેલ વગર ચાલવાનું જ નથી. તેથી મોંઘવારીનો આ માર સહન કર્યે જ છૂટકો. તેમા પણ ખાસ કરીને એક જ પગાર પર નભતા લોકોની સ્થિતિ વધુને વધુ કફોડી થાય છે.