
ધોધંબા, ઘોઘંબા તાલુકાના સીમલીયા પાસે બારીયા રોડ ઉપર આવેલા ફાટામહુડા સ્વીફ્ટ કાર ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા જોરદાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના બનાવ અંગે મળતી માહિતી મુજબ ફાટાનામહુડા ભેસ અને પાડીને તેઓના ઘર આંગણામાં બાંધેલી હોય અને સ્વીફ્ટ કાર બે કાબુ થતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ભેંસ અને પાડીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત થતા લોક ટોળા ઉમટી પડ્યા હતા.