સીમકાર્ડના નિકાલ મામલે ધાનપુરના ધોડાઝરના ત્રણ ઈસમોએ ટાવેરા ગાડીમાં અપહરણ કરી ગોંધી રાખ્યાની ફરિયાદ

દાહોદ, અગાઉ એક મહીલાને આપેલ સીમકાર્ડના નિકાલ કરવાના મામલે ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામના ભુરીયા કુટુંબના ત્રણ જણાએ ગાળો બોલી તેમના જ કુટુંબના ઈસમને ટાવેરા ગાડીમાં બળજબરીથી ઉપાડી લઈ જઈ ગેરકાયદેસર ગોંધી રાખી, ગામમાં નહી રહેવા દેવાની ધમકી આપી પાવડાના હાથા વડે મારમારી ધાકધમકીઓ આપ્યાનું જાણવા મળ્યું છે.

ધાનપુર ના ઘોડાઝર ગામે નિશાળ ફલિયામાં રહેતા રાજેશભાઈ હીમ્મતભાઈ ભુરીયાને તેના ગામના અરવીંદભાઈ ગલાભાઈ ભુરીયાએ કહેલ કે, તે અગાઉ મારી ઘરવાળીને સીમકાર્ડ આપેલ હતું. તેનો નિકાલ કેમ કરતો નથી ? તેમ કહી બેફામ બિભત્સ ગાળો બોલી અરવીંદભાઈ ગલાભાઈ ભુરીયા, મુકેશભાઈ ગલાભાઈ ભુરીયા તથા અરવીંદભાઈ છગનભાઈ ભુરીયાએ ભેગાં મળી રાજેશભાઈ હીમ્મતભાઈ ભુરીયાને ગડદાપાટુનો મારમારી લાલ કલરની ટાવેરા ગાડીમાં બળજબરીથી ઉપાડી લઈ અરવીંદભાઈ ગલાભાઈ ભુરીયાના ઘરે લાવી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી, ગામમાં નહી રહેવા દેવાની ધમકી આપી પાવડાના હાથાથી શરીરે મારમારી ઈજાઓ કરી હતી.

આ સંબંધે ઘોડાઝર ગામના રાજેશભાઈ હીમ્મતભાઈ ભુરીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ઘોડાઝર ગામના અરવીંદભાઈ ગલાભાઈ ભુરીયા, મુકેશભાઈ ગલાભાઈ ભુરીયા તથા અરવીંદભાઈ છગનભાઈ ભુરીયા વિરૂધ્ધ ઈપિકો કલમ 365, 342, 323, 504, 506(2), 114 વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.