આણંદ, આણંદ પોલીસે સીમ કાર્ડના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ઘટના આણંદના કરમસદમાંથી સામે આવી છે. જ્યાં એક્ટિવ કરેલા ૧૪૫ સીમ કાર્ડ દુબઇ પહોંચે તે પહેલા જ આણંદ એસઓજી દ્વારા ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દુબઇમાં સીમ કાર્ડ ઓનલાઇન ગેમીંગ ઝોન અને સટ્ટ બેટીંગમાં ઉપયોગમાં લેવાતા હોવાનો પર્દાફાશ થયો છે.
પોલીસે બાતમીના આધારે દરોડા પાડી રામદેવપીરના મંદિર પાછળ આવેલી સોમાભાઇ રેસીડેન્સીમાંથી એક્ટિવ કરેલા ૧૪૫ અને ૧૪ જેટલા ડેબીટ કાર્ડ જપ્ત કર્યા છે. આરોપીઓએ સીમ કાર્ડ નાપાડ ખાતેથી લાવ્યા હોવાની કબુલાત કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી ૪૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપી સીમ કાર્ડ એક્ટિવ કરી દુબઇ રહેતા તેમના મિત્રને સપ્લાય કરતા હોવાનું પણ સામે આવ્યું છે. પૈસા કમાવવાની લાલચમાં આરોપીઓ સીમ કાર્ડ ગેરકાયદે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.