સિગ્નલ નહિ મળતાં ગોધરા રેલ્વે સ્ટેશન પર ઉભેલ હરિદ્વાર થી વલસાડ જતી ટ્રેનના મુસાફર પાસેથી 13.50 લાખની રોકડ ઝડપાઈ

  • રેલ્વે પોલીસે 13.50 લાખની રોકડ અંગે ઈન્કમટેકસને જાણ કરી.

ગોધરા, હરિદ્વાર થી વલસાડ જતી ટ્રેનને સિગ્નલ નહિ મળતાં ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે રોકાઇ હતી. રેલ્વે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મેરઠ થી અમદાવાદ જતા વ્યકિત પાસેથી 13.50 લાખ રોકડા ઝડપાઈ જતાં રેલ્વે પોલીસ દ્વારા ઈન્કમટેકસને જાણ કરવામાં આવી.

ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સિગ્નલ નહિ મળતાં હરિદ્વાર થી વલસાડ જતી ટ્રેન રોકાઈ હતી. રેલ્વે પોલીસ અને એફ.એસ.ટી.ની ટીમ દ્વારા ટ્રેનની તપાસ કરાઈ હતી. ત્યારે ટ્રેનના કોચ એસ-1ની સીટ નંબર-23 ઉપર બેસી મુસાફરી કરતાં અને મેરઠ થી અમદાવાદ જતા વ્યકિતની પાસેથી 13.50 લાખ રૂપીયાની રોકડ ઝડપી પાડી હતી. શંકાસ્પદ ઈસમ પાસેથી ઝડપાયેલ રોકડ રકમ લઈ રેલ્વે પોલીસ દ્વારા ઈન્કમટેકસ વિભાગને જાણ કરવામાં આવી છે અને ગોધરા રેલ્વે પોલીસે શંકાસ્પદ રીતે રોકડ નાણાં સાથે ઝડપાયેલ ઈસમની અટકાયત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.