સલમાન ખાનના ઘર ગેલેક્સીની બહાર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. એવું જાણવા મળ્યું છે કે લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગે ૨૫ લાખ રૂપિયામાં સલમાન ખાનની સોપારી લીધી હતી. બિશ્ર્નોઈ ગેંગે સલમાનની હત્યા માટે ૧૮ વર્ષથી નીચેના છોકરાઓને તૈયાર કર્યા હતા. આ શૂટર્સ આગળના પગલા માટે ગોલ્ડી બ્રાર અને અમનોલ બિશ્ર્નોઈના આદેશની રાહ જોઈ રહ્યા હતા, આ વાતનો ખુલાસો પોલીસે તેમની ચાર્જશીટમાં કર્યો છે.
નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગના પાંચ ધરપકડ કરાયેલા આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની જેમ સલમાન ખાનને મારવાની યોજના બનાવી રહી હતી. પનવેલ પોલીસે તાજેતરમાં દાખલ કરેલી ચાર્જશીટમાં આવા સંકેતો મળ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે ગુપ્તચર માહિતી, મોબાઈલ ફોન, ટાવર લોકેશન જેવા ઈનપુટ્સના વિશ્લેષણ દ્વારા આ માહિતી એકઠી કરી છે.
અહેવાલ મુજબ, પનવેલ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં એવું કહેવામાં આવ્યું છે કે લોરેન્સ ગેંગ છદ્ભ-૪૭ સહિત પાકિસ્તાનના ઘણા હથિયારો સાથે સલમાનને મારવાની યોજના બનાવી રહી હતી. ચાર્જશીટ અનુસાર ફિલ્મના શૂટિંગ દરમિયાન અથવા પનવેલ ફાર્મહાઉસમાંથી બહાર નીકળતી વખતે સિદ્ધુ મૂસેવાલાની જેમ જ હત્યા કરવાની કથિત રીતે યોજના ઘડી કાઢવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર, ગેંગે ૧૫-૧૬ લોકોના વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કર્યો હતો, જેમાં ગોલ્ડી બ્રાર અને અનમોલ બિશ્ર્નોઈ પણ સામેલ હતા. જેમાંથી પોલીસે પાકિસ્તાનના સુખા શૂટર અને ડોગરની ઓળખ કરી છે, જેઓ છદ્ભ-૪૭, સ્૧૬ અથવા સ્૫ સપ્લાય કરવાના હતા. કેટલાક લોકોએ સલમાનના ફાર્મહાઉસ, ગોરેગાંવમાં ફિલ્મ સિટી અને બાંદ્રા સ્થિત ઘરની રેકી કરી હતી.૧૪ એપ્રિલે સલમાન ખાનના બાંદ્રા ઘરની બહાર ફાયરિંગ થયું હતું. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે સાબરમતી જેલમાં બંધ લોરેન્સની સૂચનાથી આ હુમલો કરવામાં આવ્યો હતો.