પાટણ, સિદ્ધપુરમાં સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં કામ કરતા એક ઓફિસ બોયની લાંચ લેતા એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) ના એધિકારીઓએ રંગેહાથ ધરપકડ કરી હતી. આ કેસના ફરિયાદીને જીએસટી નંબર મેળવવા માં મદદને બહાને આરોપીએ પાંચ હજાર રૂપિયાની લાંચ માગી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
એસીબીના અધિકારીઓ આ કેસમાં સિધપુર પાટણ સ્થિત સેન્ટ્રલ જીએસટી કચેરીમાં ઓફિસ બોય (આઉટ સોર્સ) તરીકે કામ કરતા દિપકકુમાર એસ.ચાવડાની ધરપકડ કરી હતી.
આ કેસની વિગત મુજબ ફરિયાદીએ જીએસટી નંબર મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી. જેમાં જીએસટી કચેરીમાંથી આરોપી દિપક ચાવડા ફરિયાદીના ઘરે લ્થળ તપાસ કરવા ગયો હતો. ત્યારબાદ તેણે ફરિયાદીને જીએસટી નંબરની ફાળવણીમાં મદદ કરવાના બદલામાં રૂ. ૫,૦૦૦ ની લાંચ માંગી હતી. બીજીતરફ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે અદિકારીઓએ ૧૩ માર્ચના રોજ સિદ્ધપુરમાં સેન્ટ્રલ જીએસટી કચેરીની નીચે રોડ પર જાળ બિછાવીને લાંચની રકમ લેતા દિપક ચાવડાની ધરપકડ કરી હતી.