બેંગ્લુરુ
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે ભાજપે કોંગ્રેસના મતોનું વિભાજન કરવા માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ભંડોળ પૂરું પાડ્યું છે. ભગવા પાર્ટી સતત સાતમી વખત સત્તામાં પરત ફરી છે ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાએ જણાવ્યું હતું કે ગુજરાતની ચૂંટણીમાં નવોદિત પક્ષે જંગી નાણાંનો વરસાદ કર્યો હતો.
સિદ્ધારમૈયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતમાં, આપે ઘણો ખર્ચ કર્યો. મારી માહિતી કહે છે કે ભાજપે આપને કૉંગ્રેસના મતનું વિભાજન કરવા માટે ભંડોળ પૂરું પાડ્યું. કારણ કે આપ ચૂંટણી લડી, અમે પાછળ રહી ગયા, સિદ્ધારમૈયાએ અહીં પત્રકારોને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે નવા પ્રવેશર્ક્તાને ૧૦ ટકા વોટ મળ્યા જેના કારણે કોંગ્રેસનો વોટ શેર ઘટ્યો. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું, આપએ ચૂંટણીમાં જંગી નાણાં ખર્ચ્યા. તેઓએ કોંગ્રેસ કરતાં વધુ ખર્ચ કર્યો. તેમ છતાં, તેઓ છ બેઠકો પર આગળ છે.