પાટણ, સિદ્ધપુર તાલુકાના ખોલવાડા ગામની પંચાયતે ૨૦ વર્ષ અગાઉ નગરપાલિકાને ગટરના પાણીના નિકાલ માટે ૧૨ હેક્ટર જગ્યા ફાળવી હતી જેમાં ઓક્સિડેશન તળાવ બનાવી તેમજ ગટરના ગંદા પાણીનો નિકાલ કરવાનો હતો પરંતુ તે ૧૨ હેક્ટર જમીનમાં અત્યારે કેટલાક લોકો દ્વારા ખેતી કામ કરવામાં અને પાક વાવવામાં આવી રહ્યા છે તેમજ પશુઓ પણ ચરાવવામાં આવે છે ઉપરાંત સિદ્ધપુર શહેરી વિસ્તારમાંથી આવતું ગટરનું ગંદુ પાણી ખોલવાડાના અન્યત્ર તળાવમાં વહી રહ્યું છે જેને પરિણામે હજારો પશુઓ જે આ તળાવના પાણી પી ને તરસ છીપાવતા હતા તે પશુઓ હવે ગટરના ગંદા પાણી પીવા માટે મજબૂર બન્યા છે તે ઉપરાંત તળાવમાં ગટરનું ગંદુ પાણી ભળતા આસપાસમાં રહેતા લોકોને પણ દુર્ગંધનો ભોગ બનવું પડી રહ્યું છે જેને લઈને વહેલી ટકે નિરાકરણ લાવવામાં નહિ આવે તો ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
જોકે ખોલવાડા ગામ પંચાયત અત્યારે પણ સિદ્ધપુર નગરપાલિકાને સરસ્વતી નદી તરફના છેવાડે વધુ જગ્યા ઓક્સિડેશન માટે ફાળવવા માટે તૈયાર છે જેથી આ પ્રશ્ન હાલ થઈ શકે પરંતુ તે માટે સિદ્ધપુર નગરપાલિકા એ પણ તૈયારી દાખવવી પડશે. ખોલવાડા ના ગ્રામજનોની માંગણી છે કે જે જમીન ૨૦ વર્ષ અગાઉ ઓક્સિડેશન તળાવ માટે ફાળવાઈ હતી ત્યાં ઓક્સિડેશન થતું નથી પરંતુ ખાનગી લોકો ખેતી કરે છે જેથી આ જમીનને પરત મેળવી શ્રી સરકાર કરી દેવી જોઈએ તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.