- બલવંતસિંહ રાજપૂત પાસે ૩૭૨ કરોડની સંપતિ છે.તેમની પાસે રુ. ૧૦૬.૦૩ કરોડની સ્થાવર મિલક્ત છે, તો રુ. ૧૬૯.૫૦ કરોડની જંગમ મિલક્ત છે.
અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલાં તબક્કાના મતદાનના ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે. પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો માટે ૧ હજાર ૩૬૨ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. બીજી તરફ હજુ પણ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવાનું ચાલુ છે. ત્યારે પહેલા ફેઝ અને બીજા ફેઝ માટે જે પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેઓ કેટલી મિલક્તના માલિક છે તે સામે આવ્યુ છે. તમામ રાજકીય પક્ષોમાં ઘણા બધા ઉમેદવારો એવા છે કે જે કરોડોની સંપત્તિના માલિક છે.
સિદ્ધપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત પાસે ૩૭૨ કરોડની સંપતિ છે. ગુજરાતમાં સૌથી ધનિક ઉમેદવાર તરીકે તેમને જાહેર કરાયા છે. તેમની પાસે રુ. ૧૦૬.૦૩ કરોડની સ્થાવર મિલક્ત છે, તો રુ. ૧૬૯.૫૦ કરોડની જંગમ મિલક્ત છે. ભાજપના સુરત જિલાના મજુરા બેઠકના ઉમેદવાર હર્ષ સંઘવી છે. હર્ષ સંઘવી પાસે કુલ ૧૭.૪૩ કરોડની સંપત્તિ છે. ૨૦૧૭માં તેમની પાસે માત્ર ૨.૧૨ કરોડની મિલક્ત હતી. છેલ્લા ૫ વર્ષમાં તેમની સંપત્તિમાં ૭૨૩ ટકા વધારો થયો છે. તેમના પત્નીના નામે ૧૦.૫૨ કરોડની સંપત્તિ છે.
રાજકોટ દક્ષિણ પર રમેશ ટિલાળા ભાજપના ઉમેદવાર છે. ટિલાળા પાસે કુલ ૧૭૧ કરોડની સંપત્તિ છે. તેમના પોતાના નામે ૯.૫૧ કરોડ જંગમ મિલક્ત છે. જ્યારે ૪૭.૧૮ કરોડની સ્થાવર મિલક્ત છે. તેમના પરિવારના નામે ૮.૬૩ કરોડની જંગમ મિલક્ત છે. પરિવારના નામે ૧૦૬.૨૪ કરોડની સ્થાવર મિલક્ત છે.
પ્રકાશ વરમોરા ભાજપના ધ્રાંગધ્રાના ઉમેદવાર છે. પ્રકાશ વરમોરા પાસે ૩૧ કરોડની સંપત્તિ છે. તેમના પોતાના પાસે કુલ ૧૫.૭ કરોડની સ્થાવર-જંગમ સંપત્તિ છે. તેમના પરિવાર પાસે કુલ ૮.૬૪ કરોડની સ્થાવર-જંગમ મિલક્ત છે.
ભાજપના મોરબીના ઉમેદવાર કાંતિ અમૃતિયા છે. કાંતિ અમૃતિયા પાસે ૯ કરોડની સંપત્તિ છે. તેમના પોતાના પાસે કુલ ૫.૫૧ કરોડની જંગમ સંપત્તિ છે. જયારે પરિવાર પાસે ૧૭.૭ કરોડની સ્થાવર મિલ્ક્ત છે. ભાજપના ભૂજ બેઠકના ઉમેદવાર કેશુ પટેલ પાસે ૬ કરોડની સંપત્તિ છે. તેમના પોતાના પાસે ૩.૪૮ કરોડની સંપત્તિ છે. જ્યારે પરિવાર પાસે ૨.૧૯ કરોડની જંગમ-સ્થાવર સંપત્તિ છે.
રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પાસે કુલ ૧૬૩ કરોડની સંપત્તિ છે. તેમના પોતાના પાસે ૪૯.૮૨ કરોડ જંગમ મિલ્ક્ત છે. જ્યારે ૯૧.૯૯ કરોડની સ્થાવર મિલ્ક્ત છે. તેમના પરિવાર પાસે ૨૧.૧૧ કરોડની જંગમ-સ્થાવર સંપત્તિ છે.કોંગ્રેસના રાપરના ઉમેદવાર બચુ અરેઠિયા છે. તેમની પાસે કુલ ૯૭ કરોડની સંપત્તિ છે. તેમના પોતાના પાસે કુલ ૭૨.૮૮ કરોડની સ્થાવર-જંગમ સંપત્તિ છે. તો પરિવાર પાસે કુલ ૨૪.૬૩ કરોડની સ્થાવર-જંગમ મિલક્ત છે.
કોંગ્રેસના મહુવાના ઉમેદવાર હેમાંગિની ગરાસિયા છે. હેમાંગિની ગરાસિયા પાસે કુલ ૩૧ કરોડની સંપત્તિ છે. તેમના પોતાના પાસે કુલ ૧૪.૦૭ કરોડની સ્થાવર-જંગમ સંપત્તિ છે. જ્યારે પરિવાર પાસે કુલ ૮.૧૦ કરોડની જંગમ-સ્થાવર સંપત્તિ છે.
આપના માંડવીના ઉમેદવાર કૈલાશ ગઢવી છે. કૈલાશ ગઢવી પાસે ૧૦ કરોડની સંપત્તિ છે. તેમના પોતાના પાસે કુલ ૫.૮૫ કરોડની સ્થાવર-જંગમ સંપત્તિ છે. તેમના પરિવાર પાસે કુલ ૨.૯૬ કરોડની સ્થાવર-જંગમ મિલ્ક્ત છે.આપના રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર શિવલાલ બારસિયા છે. શિવલાલ બારસિયા પાસે ૮ કરોડની સંપત્તિ છે. તેમના પોતાની પાસે ૨.૩૫ કરોડની જંગમ-સ્થાવર સંપત્તિ છે. જ્યારે તેમના પરિવાર પાસે ૬૫ લાખની મિલ્ક્ત છે.