મુંબઈ,
ગુગલ દર વર્ષે એક લિસ્ટ બહાર પાડે છે જેના દ્વારા જાણવા મળે છે કે આખા વર્ષ દરમિયાન લોકોએ સ્ટાર કે બિઝનેસમેનને સૌથી વધુ સર્ચ કર્યા છે. આવી સ્થિતિમાં ગૂગલે વર્ષ ૨૦૨૨ની યાદી પણ શેર કરી છે. આ લિસ્ટ મુજબ સેલિબ્રિટી લિસ્ટમાં સુષ્મિતા સેનનું નામ ટોપ પર છે. અભિનેત્રીના નામની આસપાસ બીજા કોઈ મોટા સ્ટાર નથી.
આ લિસ્ટમાં સુષ્મિતા સેનનું નામ આવ્યા બાદ દરેક વ્યક્તિ અનુમાન લગાવી રહી છે કે, આવું તેની પર્સનલ લાઈફને લઈને થયું છે. ૨૦૨૨માં તેના બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ બાદ અભિનેત્રીએ અચાનક ફાઉંડર લલિત મોદી સાથેના તેના સંબંધોને કારણે હેડલાઈન્સ બનાવી હતી. સંપૂર્ણ લિસ્ટની વાત કરીએ તો સુષ્મિતાનું નામ ૫માં નંબર પર છે. જેમ કે, બધા જાણે છે કે જુલાઈમાં લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના તેમના સંબંધો પર પોતાની કોઝી તસવીર શેર કરીને મહોર લગાવી દીધી હતી.
જેના કારણે અભિનેત્રીની ખૂબ સર્ચ કરવામાં આવી હતી. તેની તસવીર વારંવાર જોવા માટે લોકોએ ગુગલ પર સુષ્મિતાનું નામ સર્ચ કર્યું હતું. આટલું જ નહીં લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ ડીપીની તસવીર પણ મૂકી હતી. બીજી તરફ સુષ્મિતા સેન સાથે લલિત મોદી પણ આ લિસ્ટમાં અભિનેત્રીથી બરાબર ઉપર છે. એટલે કે, લલિત મોદીનું નામ ચોથા નંબર પર છે. પહેલા નંબરની વાત કરીએ તો પ્રથમ રાજકીય નેતા નુપુર શર્મા છે. બીજા નંબર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ છે. આ સિવાય રિયાલિટી શો લોક અપની પૂર્વ સ્પર્ધક અંજલિ અરોરાનું નામ પણ આ લિસ્ટમાં ૬ઠ્ઠા નંબર પર છે.
તમને જણાવી દઈએ કે, અંજલિ અરોરાનો એમએમએસ લીક થયા બાદ તે ઘણી હેડલાઈન્સમાં હતી. તેમના એમએમએસ વીડિયોની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. બીજી તરફ બિગ બોસ ૧૬માં પોતાની ક્યુટનેસથી બધાનું દિલ જીતનાર સ્પર્ધક અબ્દુ રોજિક ૭માં સ્થાન પર છે.
૧. નુપુર શર્મા ૨. દ્રૌપદી મુર્મુ ૩. ૠષિ સુનક ૪. લલિત મોદી ૫. સુષ્મિતા સેન ૬. અંજલિ અરોરા ૭. અબ્દુ રોજિક ૮. એકનાથ શિંદે ૯. પ્રવિણ તાંબે ૧૦. અંબર હર્ડ