‘સુશાંત ખૂબ રડતો હતો, રિયા વારંવાર પાર્ટી કરતી હતી’ સેમ્યુઅલ મિરાન્ડાએ CBI સમક્ષ કર્યા આ ચોંકાવનારા ખુલાસા

સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા કે મોતના રહસ્ય પરથી પડદો ખોલવા માટે સીબીઆઈ અત્યારે રાત દિવસ તપાસ ચલાવી રહી છે. તે દરરોજ આ કેસ સાથે સંકળાયેલા લોકોને બોલાવીને પૂછપરછ કરી રહી છે. સાથે સાથે આ મામલે દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે જે જાણીને દંગ રહી જવાય છે. સુશાંતના મામલે દરેક વ્યક્તિ પોતાનો પક્ષ રજૂ કરી રહી છે. તાજેતરમાં જ તેના ભૂતપૂર્વ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાએ આવો જ એક ખુલાસો કર્યો છે. મિરાન્ડાએ સીબીઆઈને કહ્યું હતું કે સુશાંત ખૂબ જ રડતો રહેતો હતો.

મિરાન્ડાએ સુશાંતને લઇને કર્યા આ ખુલાસા

એક અહેવાલ મુજબ મિરાન્ડાએ એમ કહ્યું હતું કે તેને સુશાંતની બહેન પ્રિયંકા અને બનેવી સિદ્ધાર્થે કામ પર રાખ્યો હતો. મિરાન્ડાનું કામ સુશાંતના સ્ટાફને હેન્ડલ કરવાનું તથા તેમને પગાર આપવાનું રહેતું હતું. એક દિવસ સુશાંત અને તેની બહેન પ્રિયંકા વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને ત્યાર બાદ તેના બહેન અને બનેવી દિલ્હી ચાલ્યા ગયા હતા.

રૂમમાં લોક રહેતો સુશાંત

તેણે જણાવ્યું હતું કે મે 2019થી રિયાનું સુશાતના ઘરે આવવા જવાનું શરૂ થઈ ગયું હતું. રિયાનો ભાઈ શોવીક અને તેના પિતા પણ અવારનવાર આવતા જતા રહેતા હતા. રિયાએ પણ સુશાંત સાથે રહેવાનું શરૂ કરી દીધું હતું. તે સુશાંતને વ્યસ્ત રાખવા માટે વારંવાર પાર્ટી કરતી રહેતી હતી પરંતુ સુશાંત તે પાર્ટીઓમાં જતો ન હતો. તે રૂમની બહાર નીકળતો જ ન હતો અને તેના રૂમને અંદરથી લોક રાખતો હતો.

મિરાન્ડાએ સીબીઆઈને એમ પણ કહ્યું હતું કે સુશાંતના નોકરોને રિયાએ એમ કહ્યું હતું કે તેના ઘરમાં ભૂતપ્રેતનો વાસ છે. સુશાંત પણ ઘણી વાર તેના રૂમમાંથી બહાર આવી જતો હતો અને હનુમાનજીની મૂર્તિને ગળે વળગાડીને પાછો જતો રહેતો હતો. સુશાંત, રિયા અને શોવીક યુરોપના પ્રવાસેથી પરત આવ્યા ત્યાર બાદ આમ થતું રહેતું હતું.