મુંબઈ,
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ની ટીમે આજે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક અને સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરી છે. આ પહેલા રિયા ચક્રવર્તીના નિવાસસ્થાનની તલાશી લીધી હતી. ત્યારબાદ મિરાંડાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. રિયાના ભાઈને પૂછપરછ માટે એનસીબી કચેરી લાવવામાં આવ્યા હતો તેની પાસેથી એક ડાયરી મળી આવી છે. આ સિવાય રિયાના ઘરે લગભગ ચાર કલાક દરોડાની કાર્યવાહી ચાલી હતી. NCBએ કેટલીક વસ્તુઓ પણ કબજે કરી છે.
દિવંગત અભિનેતાના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાંડાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ સીબીઆઈએ સુશાંતના મિત્ર અને ડોક્ટરની પણ પૂછપરછ કરી હતી.
શોવિક – મિરાંડાની પૂછપરછ યથાવત
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે રિયાના ભાઈ શોવિકની ડ્રગ્સ મામલે ધરપકડ કરી છે. તેમની સાથે સેમ્યુઅલ મિરાંડાને પણ કસ્ટડીમાં લેવાયો છે.છેલ્લા કેટલાક કલાકોથી બન્નેની પૂછપરછ થઈ રહી છે.
NCB રિયાની પૂછપરછ કરી તેવી શક્યતા
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા શોવિકની ધરપકડ કરવામાં આવી છે. તેમાં કેટલીક વસ્તુઓ પણ કબ્જે કરાઈ છે. ત્યારે હવે અભિનેત્રી રિયા ચક્રવર્તીની એનસીબી દ્વારા ફરીથી પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આજે NCB એ રિયાના ઘરે 4 કલાક સુધી તલાશી લીધી હતી.
સુશાંતની બહેને ટ્વિટ કર્યું, ‘NCB સારું કામ કરે છે.’
NCB દ્વારા રિયાના ઘરની તપાસ, શોવિકની ધરપકડ બાદ સુશાંત રાજપૂતની બહેને મહત્વનું નિવેદન આપ્યું છે. સ્વેતા સિંહ કીર્તિના ટ્વિટમાં લખાયું છે કે, ‘NCB સારું કામ કરે છે. ભગવાન આપનો આભાર’ સુશાંતના બહેનની આ પ્રતિક્રિયા પર સમર્થકો પણ કોમેન્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે.
શોવિક ED સમક્ષ હાજર ન થઈ શક્યો
શોવિકને ED એ પણ સમન્સ પાઠવ્યું હતું અને આજે પૂછપરછ માટે હજાર થવા જણાવાયું હતું. જોકે આ પહેલા તેની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરાતા તે ED સમક્ષ હાજર થઈ શક્યો નથી.