શુભમન ગિલ મારા બંને રેકોર્ડ તોડી શકે છે.,વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારા

મુંબઇ, વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારાનું માનવું છે કે તેનો રેકોર્ડ તોડી શકાય છે. તેનું આ નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે ટેસ્ટની એક ઈનિગ્સમાં ૪૦૦થી વધુનો સ્કોર બનાવવો મુશ્કિલ છે. લારાએ એટલું જ નહીં કહ્યું કે ટેસ્ટ તેના વર્લ્ડ રેકોર્ડ વ્યક્તિગત સ્કોરને સુધારી શકે છે.

લારાએ તે ખેલાડીનું નામ પણ લીધું છે. જેની પાસે આવું કરવાની સારી તક છે. તે બેટ્સમેન વિરાટ કોહલી કે પછી રોહિત શર્મા નથી. બ્રાયન લારાએ જે બેટ્સમેનનું નામ લીધું છે તે આવનાર સમયમાં એક સ્ટાર તરીકે સામે આવશે. ૧૯૯૪માં વોરવિકશાયર તરફથી રમતી વખતે ડરહામ સામેની કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચમાં ૫૦૧ રનની અણનમ ઇનિંગ રમી હતી.

વેસ્ટ ઈન્ડિઝના આ દિગ્ગજે કહ્યું ભારતના પ્રતિભાશાળી ખેલાડી શુભમન ગિલ એક ટેસ્ટ ઈનિગ્સમાં ૪૦૦થી વધુ રન બનાવી શકે છે. લારા ટેસ્ટની એક ઈનિગ્સમાં ૪૦૦ રન બનાવનાર દુનિયાનો એક માત્ર ખેલાડી છે. તેમણે આ કારનામું ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં ૨૦૦૪માં કર્યું હતુ.

લારા વિશ્ર્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે ટેસ્ટ ઇનિંગ્સમાં ૪૦૦ રન બનાવ્યા છે.લારાએ કહ્યું કે ગિલ તેની બંને શાનદાર ઇનિંગ્સને પાછળ છોડી શકે છે. બ્રાયન લારાએ કહ્યું-વિરાટ કે રોહીત નહીં મારો ૪૦૦ અને ૫૦૧ રનનો રેકોર્ડ ગિલ તોડી નાખશે

લારાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ’શુભમન ગિલ મારા બંને રેકોર્ડ તોડી શકે છે.’ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટને ગિલને આવનાર સમયનો સૌથી પ્રતિભાશાળી બેટ્સમેન ગણાવ્યો હતો. તેણે કહ્યું, ’ગિલ આવનારી પેઢીનો સૌથી પ્રતિભાશાળી બેટ્સમેન છે. તે આવનારા વર્ષોમાં ક્રિકેટ પર રાજ કરશે. મને વિશ્ર્વાસ છે કે તે ઘણા મોટા રેકોર્ડ તોડશે.