મુંબઇ,
ચુંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળા જુથને શિવસેના નામ અને પાર્ટીનું પ્રતિક ચુંટણી તીર કમાન ફાળવી દીધા છે.પંચના આ નિર્ણયથી શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે માટે એક મોટો આંચકો છે.જો કે ઉદ્વવ ઠાકરે પંચના નિર્ણયની સામે સુપ્રીમમાં પહોંચ્યા છે. જો કે અનેક રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે પંચના આ નિર્ણયથી શું ઉદ્વવનું રાજકીય કેરિયર ખતમ થઇ જશે આવામાં એક ખાનગી ટીવીએ આ મુદ્દા પર જનતાનો મત માંગવા માટે એક ટ્વિટર પોલ કર્યો જેના પરિણામ ચોંકાવનારા રહ્યાં છે.
પોતાના ટ્વિટર પોલમાં પુછવામાં આવ્યું હતું કે શું શિંદે જુથને શિવસેનાનું નામ અને તીર કમાનનું નિશાન મળ્યા બાદ શું ઉદ્વવ ઠાકરેનું રાજનીતિક કેરિયર ખતમ થઇ જશે.પોલના પરિણામ ચોંકાવનારા રહ્યાં અને મત કરનારા ૬૮.૬ ટકા લોકોએ કહ્યું કે ચુંટણી પંચનો આ નિર્ણય ઉદ્વવ ઠાકરે ખત્મ કરવા માટે પુરતુ છે.જયારે ૨૬ ટકા લોકોનું માનવું હતું કે ઉદ્વવ ઠાકરે હજુ પણ સર્વાઇવ કરી શકે છે જયારે મત કરનારાઓમાંથી ૫.૬ ટકા લોકો એવા પણ રહ્યાં જે કોઇ પરિણામ પર પહોંચ્યા નહીં.
ત્રણ સભ્યોના પંચે પોતાના આદેશમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી શિંદેને ૫૫માંથી ૪૦ ધારાસભ્યો અને ૧૮માંથી ૧૩ લોકસભા સભ્યોનું સમર્થન હાંસલ હતું આદેશમાં પંચે ઠાકરે જુથને શિવસેના(ઉદ્વવ બાલા સાહેબ ઠાકરે) નામ અને મશાલ ચુંટણી પ્રતિકને બનાવી રાખવાની મંજુરી આપી જે તેને રાજયમાં વિધાનસભા પેટાચુંટણીના સમાપ્ત થવા સુધી એક વચગાળાના આદેશમાં આપવામાં આવ્યા હતાં આ સાથે જ ૧૯૬૬માં બાલ ઠાકરે દ્વારા શિવસેનાની સ્થાપના બાદ પહેલીવાર ઠાકરે પરિવારે પાર્ટીનું નિયંત્રણ ગુમાવી દીધુ છે.