
મુંબઇ, નાના પડદાની લોકપ્રિય અભિનેત્રી રૂબીના દિલૈક હંમેશા એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના વ્લોગ દ્વારા તેના ચાહકોને તેના જીવનની અપડેટ્સ પણ આપતી રહે છે. પરંતુ હાલમાં રૂબીના એક કારણોસર ઘણી ચર્ચામાં છે અને તે છે તેની પ્રેગ્નેંસી.
રૂબીનાનો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે જેમાં રૂબીનાનો બેબી બંપ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. જેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે અભિનેત્રી ખરેખર ગર્ભવતી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં રૂબિના ફ્લાઈટમાં પોતાનો સામાન ઉપર રાખતી જોવા મળે છે, અને આ દરમિયાન તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
આ સિવાય એક્ટ્રેસ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તે અરીસાની સામે પોઝ આપતી જોવા મળી હતી અને ચતુરાઈથી તેણે પોતાના બેબી બમ્પને જેકેટથી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હાલમાં સામે આવેલા વીડિયોમાં રૂબીનાનો બેબી બંપ દેખાઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ રૂબીનાની ચાલી રહેલી પ્રેગ્નેંસીની અફવાઓને સમર્થન મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી ૪ મહિનાની ગર્ભવતી છે.
લેટેસ્ટ વીડિયોમાં રૂબીના અમેરિકાની ફ્લાઈટમાં ચડી પોતાની બેગને ઉપરના કેબિનેટ પર રાખતી જોવા મળી રહી છે. જો કે, પ્રેગ્નેસીની ખબરો પર રૂબીના દિલૈક અને તેના પતિ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને એટલે આનાથી સ્પષ્ટ છે કે તે પોતાની પ્રેગ્નેંસીને લાઇમલાઇટથી દૂર રાખવા માંગે છે.
જણાવી દઇએ કે, રૂબિના ’બિગ બોસ ૧૪’ની વિનર રહી ચૂકી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ’છોટી બહુ’થી કરી હતી. ત્યારબાદ તે ’પુનર્વિવાહ ’ અને ’શક્તિ’ સહિત ઘણી સીરિયલ્સમાં જોવા મળી હતી. તે ’ઝલક દિખલા જા ૧૦’ અને ’ખતરોં કે ખિલાડી ૧૨’માં પણ જોવા મળી છે.