મુંબઇ, રશ્મિકા મંદાના માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ એક અલગ ઓળખ ધરાવે છે. તેના ચાહકો તેના જીવન વિશે બધું જાણવા માંગે છે. અભિનેત્રીનું નામ હંમેશા એક્ટર વિજય દેવેરાકોંડા સાથે જોડવામાં આવ્યું છે. તેમના ડેટિંગના સમાચારો આવતા રહે છે અને તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે પરંતુ શું તમે જાણો છો કે રશ્મિકા પહેલાથી જ પરિણીત છે, તેણે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે અને તે વિજય દેવરાકોંડા બિલકુલ નથી. અભિનેત્રીએ જે નામ જાહેર કર્યું તે જાણીને કદાચ તમે પણ ચોંકી જશો.
એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે રશ્મિકાને તેના અંગત જીવન વિશે પૂછવામાં આવ્યું તો અભિનેત્રીએ જવાબ આપ્યો કે તે પહેલેથી પરિણીત છે. રશ્મિકાની આ પ્રતિક્રિયાથી ત્યાં બેઠેલા તમામ લોકો આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા. તેના જવાબથી બધા ચોંકી ગયા, પછી અભિનેત્રીએ જવાબ આપ્યો કે તેણે પણ ગુપ્ત રીતે લગ્ન કર્યા છે.
અભિનેત્રીએ કહ્યું કે તેણે એનિમે પાત્ર ‘નારુતો’ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. અભિનેત્રીની આ વાત સાંભળીને બધા હસી પડ્યા. તેણે કહ્યું, ‘નારુતો પાસે મારું હૃદય છે. તે મારું પ્રિય પાત્ર છે. હું એ પાત્ર સાથે સંપૂર્ણ રીતે પરિણીત છું.
તમને જણાવી દઈએ કે જાપાની એનિમ સીરિઝ ‘નારુતો’ અને નારુતો શિપુડેનનું મુખ્ય પાત્ર ઘણા લોકો માટે લાગણી સમાન છે અને આ યાદીમાં રશ્મિકા મંદાનાનું નામ પણ સામેલ છે. આ સાથે રશ્મિકાએ એનીમ કેરેક્ટર ‘હિનાતા’ જેવી બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને વાળમાં પર્પલ કલર મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે કહ્યું, ‘નારુતો પાસે મારું હૃદય છે. હું તેને ખૂબ જ પસંદ કરું છું. હું એ પાત્ર સાથે સંપૂર્ણ રીતે પરિણીત છું.