
નવીદિલ્હી, એકટ્રેસ પરિણીતી ચોપરા આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન બાદ અવાર-નવાર ચર્ચામાં રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતી રહે છે. તાજેતરમાં એક વીડિયોમાં પરિણીતી એરપોર્ટ પર જોવા મળી હતી.
પરિણીતી એરપોર્ટ પર તેના ફેન્સ સામે હસતી જોવા મળી હતી. પરિણીતી ટૂંક સમયમાં જ ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં દિલજીત દોસાંઝ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તે પહેલીવાર દિલજીત સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે.
આંખો પર ડાર્ક ચશ્મા સાથે નો મેકઅપ લુકમાં પણ તે ખૂબ જ સુંદર લાગી રહી છે. હંમેશાની જેમ તેણે તેના ચાહકોને હાઈ કરીને હાથ હલાવી અભિવાદન કરે છે. જો કે આ વીડિયોમાં પરિણીતીના ફેન્સ તેના લૂકમાં ઘણો બદલાવ જોઈ રહ્યા છે.
વીડિયો જોઈને ફેન્સ પરિણીતિના લૂકમાં ફેરફાર જોઈ રહ્યા છે. એક પ્રશંસકે કહ્યું કે એવું લાગે છે કે, તે પ્રેગનન્ટ છે. અન્ય ફેન્સ પણ પણ આવી જ કોમેન્ટ્સ કરી હતી. જ્યારે કેટલાક લોકોએ લખ્યું કે, પરિણીતી તેના એરપોર્ટ લુકમાં તેની બહેન મન્નારા ચોપરા જેવી લાગે છે. એક યુઝરે લખ્યું કે હું કન્ફ્યુઝ છું કે તે મન્નારા છે કે પરિણીતી.