- પીએમએલ(એન) શહબાજ શરીફની જગ્યાએ મરિયમ નવાઝ શરીફ પોતે પાકિસ્તાનની પ્રધાનમંત્રી બનવા માંગે છે.
ઇસ્લામાબાદ,
પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારનો તખ્તો પલટાયાને હજુ માંડ સવા વર્ષ પુરુ થયું છે ત્યાં ફરી એકવાર સરકાર બદલાવવાના એંધાણ મળી રહ્યા છે. નવાઝ શરીફની પુત્રી મરિયમ શરીફે પોતાના જ કાકા સામે મોર્ચો ખોલી દીધો છે.
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ફરી એકવાર સરકાર ઉથલી પડવાની શક્યતાઓ છે. શરીફ પરિવારમાં મોટી તિરાડ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. શરીફ પરિવારની સત્તાધારી પાર્ટી પીએમએલ(એન)માં વિભાજન ફરી એકવાર દેશમાં રાજકીય સંકટ સર્જી શકે છે. પાકિસ્તાનનાપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે પોતાના જ કાકા વડાપ્રધાન શાહબાઝ શરીફ વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે.
પાકિસ્તાનમાં માઝા મુકી રહેલી મોંઘવારીને કારણે શહબાઝ શરીફની સામે પોતાની જ સરકાર બચાવવાનો એક મોટો પડકાર ઉભો થયો છે. નવાઝ શરીફની પુત્રી મરિયમે હાલની સરકારથી પોતાને અલગ કરવાની જાહેરાત કરી છે. મરિયમે કહ્યુ કે હાલની સરકાર પીએમએલ(એન)ની નથી. તેમણે કહ્યુ કે અમારી સરકાર તો ત્યારે બનશે જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાનમાં હશે.પીએમએલ(એન)માં આંતરિક ચર્ચા ચાલી રહી છે કે શહબાજ શરીફની જગ્યાએ મરિયમ નવાઝ શરીફ પોતે પાકિસ્તાનની પ્રધાનમંત્રી બનવા માંગે છે.
પાકિસ્તાન મીડિયામાં એક મોટી ચર્ચા છે કે નવાઝ શરીફના જમાઈ એટલે કે મરિયમના પતિ કેપ્ટન (આર) મોહમ્મદ. સફદર પાર્ટીમાં વાતાવરણ બનાવી રહ્યા છે. સફદર શાહબાઝ શરીફને બદલીને તેમની પત્ની મરિયમને પાકિસ્તાનના વડા પ્રધાન બનાવવાનું અભિયાન ચલાવી રહ્યો છે.મરિયમની પાર્ટીમાં અત્યારે ભારે ખેંચતાણ ચાલી રહી છે. આ પહેલા મરિયમ નવાઝ પોતાના જ પતિ સામે અડી ગઇ હતી. મરિયમે પોતાના પતિ રિટાયર્ડ કેપ્ટન મોહમંદ સફદર પર પાર્ટી વિરોધી નિવેદન આપવાનો આરોપ લગાવ્યો હતો.
મરિયમ નવાઝે પોતાના પતિ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ પાર્ટીની પ્રતિષ્ઠાને ખરાબ કરી રહ્યા છે. મરિયમે કહ્યું હતું કે, પાર્ટીકા ’વોટ કો ઇઝ્ઝત દો’ નેરેટીવ પહેલા ખૂબ જ મજબૂત હતું. પરંતુ જે દિવસે પાર્ટીએ પૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના કાર્યકાળને લંબાવવાની તરફેણમાં વોટિંગ કર્યું, તે જ દિવસે તેણે આ નેરેટીવના બેઇજ્જતી કરી હતી.
વર્ષ ૨૦૨૨માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને ઉથલાવીને નવી સરકાર બની હતી, પરંતુ ત્યારથી પાકિસ્તાનની સ્થિતિ વધારે વણસી રહી છે. મરિયમે હવે પોતાના પ્રધાનમંત્રી કાકા સામે મોર્ચો ખોલ્યો છે એટલે આગામી દિવસોમાં કોઇ નવાજૂની ચોક્કસ સામે આવશે.