શું હવે જાહ્નવી કપુર અને શિખર પહાડિયા લગ્નના તાંતણે બંધાશે?

મુંબઈ,શ્રીદેવી પુત્રી જાહનવી કપુર હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન કથિત બોય ફ્રેન્ડ શિખર સાથે નજરે પડી હતી બન્નેની મુલાકાતે જાહનવી અને શિખર વચ્ચેના અફેરની ખબરોને હવા આપી હતી એમ કહેવામાં આવે છે કે બન્ને જલદી લગ્ન કરવાના છે.

આ ઈવેન્ટમાં બોલિવુડથી લઈને રાજનીતિ જગતના સ્ટાર્સ હાજર હતા. સલમાન ખાન, આમિર ખાન, કિયારા-સિધાર્થ, કરીના સૈફથી લઈને તમામ સ્ટાર્સ અહીં પહોંચ્યા હતા. આ ઈવેન્ટમાં બોનીકપુર-શ્રીદેવીની પુત્રી જાહનવી તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જોવા મળી હતી. હવે બન્ને આવા પબ્લિક પ્લેસમાં સાથે દેખાવાથી લોકો ચર્ચા કરવા લાગ્યા છે કે બન્ને ગમે ત્યારે લગ્ન કરી શકે છે.

જોકે જાહનવી કપૂર કે તેના પરિવારે આ બાબતે કોઈ ક્ન્ફર્મેશન નથી આપ્યું. પણ તસ્વીરો કહે છે કે બન્ને વચ્ચે દોસ્તીથી ‘ખાસ’ છે! સોશિયલ મીડિયામાં બોની કપૂર, જાહનવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયાનો વીડિયો બહાર આવ્યો છે.