પાલનપુર, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના વખાણ અને પોતાની નિવેદનબાજીથી ચર્ચામાં રહેલા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.. આજે સીએમ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના બનાસકાંઠા પ્રવાસ પહેલા ગેનીબેન ઠાકોરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.. વાયરલ વીડિયોમાં ગેનીબેન ઠાકોર અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીને એક જ ગાડીમાંથી ઉતરતા જોઈ શકાય છે.
આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.. પરંતુ વીડિયો તેવા સમયે વાયરલ થઈ રહ્યો છે,,, જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી ભાજપમાં જોડાવાના હોવાની ચર્ચા ચાલી રહી છે. તેવામાં સીએમ અને પાટીલ પણ આવતીકાલે બનાસકાંઠાની મુલાકાતે છે.. ત્યારે ગેનીબેનના આ વીડિયોને લઈ અનેક રાજકીય તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે. વીડિયોને લઈ સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે ? આ સવાલ પણ એટલા માટે જ થઈ રહ્યો છે કારણ કે આ પહેલા ગેનીબેન ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો હતો.. જેમાં તેમણે ભાજપના વખાણ કર્યા હતા..