કોઇના માટે પણ તેની પહેલી ડેટ ખૂબ જ મુશ્કેલ હોય છે. દરેક વ્યક્તિના મનમાં ઘણા પ્રકારના પ્રશ્ન હોય છે કે શું કરાય અને શું ના કરાય? તેનાથી કોઈ એવી ભૂલ ના થઇ જાય કે ગર્લફ્રેન્ડ નારાજ થઇ જાય. ગર્લફ્રેન્ડ સાથે પહેલી ડેટ અંગે એક્સપર્ટની ખાસ સલાહ છે. આ વસ્તુને અપનાવી તમે તમારી ફર્સ્ટ ડેટને યાદગાર બનાવી શકો છો.
ફર્સ્ટ ડેટ માટે એક્સપર્ટની સલાહ
ફર્સ્ટ ડેટને લઇ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે શુ પહેલી ડેટ પર યુવકને બિલની ચુકવણી કરવી જોઇએ? આ પ્રશ્ન સરળ નથી. તેના પર ડેટિંગ એક્સપર્ટ નેલીનું કહેવુ છે કે ફર્સ્ટ ડેટ પર યુવકને જ બિલ ચુકવવું જોઇએ. નેલીએ આ પ્રશ્ન પર એક વીડિયો બનાવ્યો અને ટિકટોક પર અપલોડ કર્યો, જેને 93 લાખથી વધુ લોકો લાઇક કરી ચુક્યા છે.
ગર્લફ્રેન્ડના દિલમાં પ્રવેશવાનો પ્રથમ પગલો
ડેટિંગ એક્સપર્ટ નેલીએ જણાવ્યું કે ફર્સ્ટ ડેટ પર પૂર્ણ બિલ ચુકવવુ એ યુવતીના હ્રદયમાં પ્રવેશવાનો પ્રથમ પગલો હોય છે. જો તમે યુવતીને ડેટ પર જવા માટે પૂછો છે અને બાદમાં બિલ નથી ચુકવતા તો તેની સામે તમારી ઇમ્પ્રેશન ખરાબ થાય છે. તે તમને ચીપ સમજશે.
બિલ ના ચુકવવા પર ખરાબ થઇ શકે છે ફર્સ્ટ ઇમ્પ્રેશન
ઉલ્લેખનીય છે કે ટિકટોક પર ડેટિંગ એક્સપર્ટ નેલીના 6 લાખ 25 હજારથી વધારે ફોલોવર્સ છે. નેલીનું કહેવુ છે કે જો તમે ફર્સ્ટ ડેટ પર બિલની ચુકવણી નથી કરતા, તો યુવતી વિચારશે કે તમે ડેટનો ખર્ચ ઉઠાવવામાં સક્ષમ નથી.
ડેટ માટે રૂપિયા ના હોય તો શું કરવું?
ડેટિંગ એક્સપર્ટનું કહેવુ છે કે જો તમે કોઇ મોંઘી રેસ્ટોરન્ટ અથવા આઉટલેટમાં ગર્લફ્રેન્ડ સાથે ડેટનો ખર્ચ નથી ઉપાડી શકતા તોસારુ રહેશે કે તમે તેને કોઇ પાર્ક અથવા પિકનિક પર લઇ જાવ. ત્યા ઓછા રૂપિયામાં જ તમારી ડેટ થઇ જશે.