સ્થાનિક સ્વરાજની ચુંટણીના ત્રીજા દિવસે ગોધરા નગર પાલિકામાં ૭૫ ફોર્મનો ઉપાડ : ૧૮ ફોર્મ ભરાયા.

  • મેન્ડેટના મુદ્દે શહેર કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી વચ્ચે રાજીનામાની ચર્ચાઓ.
  • આગામી એકાદ દિવસમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા નામોની જાહેરાત કરશે.
  • નામો અંગે સર્જાયેલ રહસ્ય વચ્ચે માનિતા ઉમેદવારોના નામો અંંગે પ્રજામાં અટકળો.

ગોધરા,ચુંટણી ફોર્મ ભરવાના ત્રીજા દિવસ બુધવારે ગોધરા નગર પાલિકા માટે ૭૫ જેટલા ફોર્મ ઉપડવાની સાથે ૧૮ જેટલા ઉમેદવારો એ દાવેદારી નોંધાવી હતી. હાલ આમ, અત્યાર સુધી કુલ ૨૪૩ જેટલા ફોર્મનો ઉપાડ થયો છે. તો બીજી તરફ કાલોલ અને શહેરા તાલુકા પંચાયત માટે ૦૪ ફોર્મ ભરાયા હતા. જયારે ગોધરા નગર પાલિકામાં વર્ષોથી કોંગ્રેસમાં સેવા આપનાર વોર્ડ નં.૦૧ અને ૧૧માં મેન્ડેડ ન આપતા હોવાની અટકળો વચ્ચે કોંગ્રેસના કેટલાક દાવેદારો રાજીનામા આપવાની ચિમકી ઉચ્ચારાઈ હોવાની વહેતી થયેલી વાતને લઈને લોકોમાં અનેક ચર્ચાઓ એ સ્થાન લીધું છે.

પંચમહાલ જીલ્લામાં આવેલી વિવિધ સ્થાનિક સ્વરાજની ચુંટણી માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. હાલ બુધવારના રોજ ત્રીજો દિવસ પસાર થવા છતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાની પેનલ સાથેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. બબ્બે પક્ષો દ્વારા શોર્ટ લીસ્ટ કરાયેલા ઉમેદવારોના નામ જીલ્લાકક્ષાએ થી ગાંધીનગર પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી આખરી પસંદગી કરવામાં નહીં આવતાં નામો અંગે રહસ્ય સર્જાયુ છે.

પંચમહાલ જીલ્લાની ગોધરા નગર પાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ચુંટણીના પોતાન મત વિસ્તારમાં કોન ઉમેદવારો હશે તે બાબતે સ્થાનિક મતદારોમાં વિવિધ નામોની ચર્ચાઓ ચાલી રહી છે. ચોકકસ ચહેરાને ટીકીટ મળશે ફલાનો આ કારણોસર કપાશે જેવા તર્કો મૂકીને પોતપોતાની રીતે માનીતા ઉમેદવારોના નામ લોક ચર્ચામા વહેતા કર્યા છે. ખાસ કરીને જીલ્લાના વડામથક ગોધરા નગર પાલિકાની ચુંટણી તરફ લોક મિટ મંડાયેલી છે. જેમાંં મુખ્ય પક્ષોને બાદ કરતા ત્રણ દિવસ બાદ ધીરેધીરે અપક્ષો પણ ચુંટણી મેદાનમાં ઉતરવા થનગનાટ અનુભવી રહ્યા છે. વિવિધ પક્ષોમાં દિવસોથી સંપર્કો કરીને ટીકીટ કમ્પફોમ કરવાની ખાતરીઓ બાદ પણ પક્ષ દ્વારા યોગ્ય પ્રત્યુત્તર આપવામાં ન આવતાં છેવટે અપક્ષ તરીકે લડી લેવાના મૂડમાં આવેલા ઉમેદવારો દ્વારા ફોર્મ લઈ જવા માટે પ્રાંત કચેરીમાંં દોડધામ કરી રહ્યા છે. અને પડકાર ફેંકવા રાજકીય ખેલ કરતા હોવાનંું જાણવા મળે છે. આજે ૭૫ જેટલા વિવિધ વોર્ડના ઉમેદવારો એ ફોર્મ મેળવ્યા હતા. અને ૧૮ જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં એક આપ પાર્ટી છે. બાકીના તમામ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ ૨૪૩ જેટલા ફોર્મ ઉપડયા છે. અને ૨૬ જેટલા ઉમેદવારો એ અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી છે. કોંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવારોને નકકી કરવા માટે કવાયત હાથ ધરીને જીતી શકે તેવા સક્ષમ ઉમેદવારોને ભાજપ સામે ટકકર આપવા મૂકવાની ગણતરી કરાઈ રહી છે. તો બીજી તરફ ભાજપ દ્વારા ૦૩ ટર્મ જીતેલા અને ૬૦ વર્ષની વય મર્યાદાને ધ્યાને લેતાં અગાઉ તૈયાર કરવામાંં આવેલી યાદી છેલ્લી ધડીએ રદ થતાં નવેસરથી નવા ચહેરાને પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. અને હાલમાં પ્રદેશકક્ષા એ શોર્ટ લીસ્ટ કરાયેલા નામો રજુ કરવામાં આવતાં અગામી બે દિવસમાંં ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવનાર છે. પરંતુ વિવિધ વિસ્તારમાં ઉમેદવારી માટે થનગનતા દાવેદારો એ સોશ્યલ મીડીયા થકી પરોક્ષ રીતે ચુંટણી લડવા સજજ હોવાનો સંદેશો હરીફોને આપવાની સાથે મતદારો સાથે મુલાકાત અભિયાન શ‚ કયુર્ં હોવાનું જાણવા મળેલ છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી પ્રસિદ્ધ થયા બાદ સાચી હકીકત બહાર આવે તેમ હોઈ મતદારો એ ભોળાવાની જરૂરીયાત જણાતી નથી. હજુ વધુ ૦૩ દિવસ સમય બાકી હોવાથી પક્ષો જાહેરાત કરનાર છે. બુધવારના રોજ સોશ્યલ મીડીયામાં વહેતી થયેલી ચર્ચાઓ મુજબ શહેર કોંગ્રેસના કોંગ્રેસ આગેવાનોમાં મેન્ડેટને લઈને યાંત્રિક કચવાટ વ્યાપ્યો છે. અને કેટલાક કાર્યકરો રાજીનામા આપે તેવી ચર્ચાઓ કાર્યકરો પાસેથી મળી રહી છે, ગોધરા શહેર કોંગ્રેસના પ્રમુખ અને પાલિકા સભ્ય સિદ્દીક ડેની,મંત્રી દક્ષેશ પટેલ, યુથ અગ્રણી મિકી જોસેફ તથા તેમના ટેકેદારો સક્ષમ ઉમેદવારની પસંદગીના મુદ્દે નારાજ હોવાનું જાણવા મળે છે. પરંતુ પક્ષના અગ્રણીઓ દ્વારા તેઓને જરૂરી ખાતરી આપવામાં આવતાં ટુંકા સમયમાં ઘીમાં ઠામ ઘી માં ઠરયા.. જેવી સ્થિતી થાળે પડનાર છે.