સંતરામપુર, ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદ સંચાલિત અને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન કુસુમબેન ડામોર એમ એસ ડબલ્યુ કોલેજ સંતરામપુર આજ રોજ તારીખ 24/6/2023 ના રોજ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જેમાં કોલેજના આચાર્ય ડો. અભય પરમાર દ્વારા વિદ્યાર્થીઓને એમ.એસ. ડબલ્યુ. અભ્યાસ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રો.અર્જુનસિંહ ભાટી દ્વારા એમ એસ ડબલ્યુ માં આવતા વિવિધ વિષયો નું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ પ્રો. રમેશભાઇ પટેલ દ્વારા ક્ષેત્રકાર્ય તેમજ થીસીસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રો.જાગૃતિબેન વણકર દ્વારા એમ.એસ.ડબલ્યુ. પછી વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થતી વિવિધ નોકરીની તકો ની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. નયનાબેન ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રો. અર્પિતાબેન માલ દ્વારા આભાર વિધિ પૂર્ણ કરાયા બાદ કાર્યક્રમને પૂર્ણજાહેર કરાયો હતો.