શ્રીમતી ચંદ્રકાંતાબેન જી. ધાનકા સાયન્સ કોલેજ નગરાળાના એન.એસ.એસ. એકમ દ્વારા વાર્ષિક શિબિર

દાહોદ,

તા. 22/02/2023 ના રોજ ચંદ્રકાંતા જી. ધાનકા સાયન્સ કોલેજ નગરાળાના એન.એસ.એસ. એકમ દ્વારા ચાંદાવાડા પ્રાથમિક શાળા ચાંદાવાડા, જેસાવાડા રોડ, દાહોદ ખાતેથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સમારોહમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ, પર્વતભાઈ ડામોર, નિવૃત મેડિકલ ઓફિસર છગનભાઈ બામણીયા, ચાંદાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય મિતેશભાઇ સિસોદિયા તથા શાળાના શિક્ષક ગણ તેમજ સાયન્સ કોલેજ નાગરાળાના આચાર્ય નિશીથ મોઢીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી અને દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન સત્રને ખુલ્લું મુકવામાં આવ્યું. ત્યારબાદ આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ એન.એસ.એસ. એકમના પ્રોગ્રામ ઓફિસર સોહિલ મલેક દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન સાયન્સ કોલેજના સ્વયંસેવકોએ એન.એસ.એસ.ની ટાળી વાળી પ્રવૃત્તિ કરાવી અને ત્યારબાદ રાષ્ટ્ર ની સેવા કરવી હેતુ થી એન.એસ.એસ. ગીત વગાડવામાં આવ્યું. આ સમયે સાયન્સ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફ ગણ હાજર રહ્યા હતા. અંતમાં પ્રોગ્રામ ઓફિસર સોહિલ મલેક દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો.