ગાંધીનગર,
ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે લઘુતમ માસિક વેતનની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં શ્રમિકોના માસિક વેતનમાં ૨૪.૬૩ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.
શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કલમ ૪૪ હેઠળ ૪૬ વ્યવસાયના લઘુતમ વેતનદારો, શ્રમિકો માટે કોર્પોરેશન વિસ્તારમાં, નગરપાલિકા, અને સ્થાનિક મંડળ વિસ્તારમાં વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
૪૬ વ્યવસાયના લઘુતમ વેતનદારો, શ્રમિકો માટે કોર્પોરેશન વિસ્તારમાં, નગરપાલિકા, અને સ્થાનિક મંડળ વિસ્તારમાં શ્રમિકો અને લઘુતમ વેતનદારોને અગાઉ માસિક વેતન ૯ હજાર ૮૮૭.૮૦ રૂપિયા મળતું હતું. તેમાં ૨ હજાર ૪૩૬.૨૦ રૂપિયાનો વધારો કરીને હવે શ્રમિકોને માસિક વેતન ૧૨, હજાર ૩૨૪ રૂપિયા આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારે અર્ધકુશળ શ્રમિકોને માસિક ૧૧,૭૮૬ લઘુત્તમ વેતન આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત બિનકુશળ શ્રમિકોને માસિક ૧૧,૭૫૨ લઘુત્તમ વેતન મળશે.