
રણબીર કપૂર પોતાના પાત્રને પરફેક્ટ બનાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. હવે થોડા સમયથી ખબર સામે આવી રહી છે કે તે ડાયરેક્ટર નિતિશ તિવાની ફિલ્મ રામાયણમાં કામ કરવાના છે અને ફિલ્મમાં તેમનું પાત્ર ભગવાન રામનું હશે.
જોકે આ વિશે રણબીર અને નીતિશે કોઈ ઓફિશયલ એનાઉન્સમેન્ટ કરી નથી પરંતુ આ વચ્ચે એક નવી ખબર સામે આવી છે કે રણબીર આ ફિલ્મ માટે પોતાની લાઈફસ્ટાઈલ જ બદલવા જઈ રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર રણબીર મીટ ખાવાનું અને દારૂ છોડવા જઈ રહ્યા છે જેથી તે ભગવાન રામ જેવા પવિત્ર પાત્રને સારી રીતે નિભાવી શકે. તે પોતાનો સંપૂર્ણ ફોકસ આ પાત્રને દિલથી નિભાવવામાં લગાવી રહ્યા છે.
પહેલા કહેવામાં આવતું હતું કે આલિયા ફિલ્મમાં સીતાનું પાત્ર નિભાવી શકે છે. પરંતુ પછી ખબર પડે કે તે અફવાહ છે અને હવા ખબર સામે આવી રહી છે કે સાઉથ એક્ટ્રેસ સઈ, સીતાનું પાત્ર નિભાવશે. ત્યાં જ રાવણના પાત્ર માટે KGF સ્ટાર યશનું નામ સામે આવી રહ્યું છે. જોકે હજુ કંઈ કન્ફર્મ નથી.
ફિલ્મની શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2024માં ફેબ્રુઆરીથી શરૂ થશે. ફિલ્મનું આખુ ફોકસ ફક્ત રામ અને સીતા પર રહેશે. તેની શૂટિંગ ઓગસ્ટ સુધી ચાલશે. તેના ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું વીએફએક્સ ઓસ્કર વિનિંગ કંપની ડીનેગ કરવાની છે.