ક્રિકેટમાં ‘દૂસરા’ માટે પ્રખ્યાત શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરન હવે ખરેખર ક્રિકેટ સિવાય કંઈક બીજું કરવા જઈ રહ્યા છે. તે ભારતમાં એક ફેક્ટરી સ્થાપવા જઈ રહ્યો છે, જેના પર તે લગભગ ૧,૪૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યો છે. તેની ફેક્ટરી કર્ણાટક રાજ્યમાં શરૂ થવા જઈ રહી છે, જ્યાં આવતા વર્ષની શરૂઆતમાં ઉત્પાદન શરૂ થઈ જશે.
શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરન કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં સોટ ડ્રિંક્સ અને કન્ફેક્શનરી યુનિટ સ્થાપવા જઈ રહ્યા છે. આ યુનિટને કેટલાક તબક્કામાં વિક્સાવવામાં આવશે. આનો કુલ ખર્ચ ૧,૪૦૦ કરોડ રૂપિયા થશે.
મુથૈયા મુરલીધરનના રોકાણ અંગે કર્ણાટકના ઉદ્યોગ મંત્રી એમ.બી. પાટીલે માહિતી આપી છે. એમ.બી. પાટીલ અને મુથૈયા મુરલીધરન આ રોકાણ અંગે મળ્યા હતા અને તે પછી તેમણે આ અપડેટ શેર કર્યું હતું. મુથૈયા મુરલીધરન રાજ્યમાં અનેક તબક્કામાં રોકાણ કરશે.
એમ.બી. પાટીલના કાર્યાલયમાંથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુરલીધરન આ ફેક્ટરી પોતાની કંપની ‘મુતૈયા બેવરેજિસ એન્ડ કન્ફેક્શનરીઝ’ હેઠળ સ્થાપિત કરશે. અહીં તે સોટ ડ્રિંક્સ અને કન્ફેક્શનરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરશે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે આ પ્રોડક્ટ્સ ભારતમાં માત્ર બનાવશે જ કે પછી ભારતીય માર્કેટમાં વેચશે પણ.
ઉદ્યોગ પ્રધાન એમ પણ કહે છે કે સરકારે મુથૈયા મુરલીધરનના પ્રોજેક્ટ માટે ૪૬ એકર જમીનની ઓળખ કરી લીધી છે અને તે તેમની કંપનીને ફાળવી દીધી છે. આ ફેક્ટરીમાં ઉત્પાદન જાન્યુઆરી ૨૦૨૫થી શરૂ થવાની ધારણા છે. આ પછી મુથૈયા મુરલીધરન ટૂંક સમયમાં ધારવાડમાં પણ બીજું યુનિટ સ્થાપી શકે છે. ધારવાડ કર્ણાટકનું મોટું ઔદ્યોગિક હબ પણ છે.
મુથૈયા મુરલીધરન લાંબો સમય શ્રીલંકાની રાષ્ટ્રીય ટીમનો ભાગ હતો. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે. મુથૈયા મુરલીધરન તેના ‘દૂસરા’ માટે ફેમસ હતો. આજે પણ મુથૈયા મુરલીધરન વિશ્ર્વનો સૌથી સફળ બોલર છે. ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ વિકેટ મુથૈયા મુરલીધરનના નામે જ છે.