ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે જવાની છે. જ્યાં ટીમ ઈન્ડિયાએ ૩ ટી ૨૦ અને ૩ વનડે મેચોની શ્રેણી રમવાની છે. શ્રીલંકા સામેની ટીમ ઈન્ડિયાની ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને તક મળી છે. જ્યારે કેટલાક એવા ખેલાડીઓ પણ છે. જેને ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નથી. જેના કારણે હવે ટીમ ઈન્ડિયાના ત્રણ સ્ટાર ખેલાડીઓ ભારતીય ટીમ છોડીને કોઈ અન્ય દેશ સાથે રમતા જોવા મળી શકે છે.
વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને શ્રીલંકા સામેની વનડે અને ટી ૨૦ શ્રેણીમાં તક મળી નથી. જે બાદ હવે ઈશાન કિશન મોટો નિર્ણય લેવાનું વિચારી શકે છે. ઈશાન હવે ટીમ ઈન્ડિયામાંથી નિવૃત્તિ લઈ શકે છે અને બીજી કોઈ ટીમ માટે રમી શકે છે. કારણ કે, બીસીસીઆઇ સતત ઈશાન કિશનની અવગણના કરી રહ્યું છે અને તેને ટીમ ઈન્ડિયામાં રમવાની તક નથી આપી રહ્યું. જેના કારણે ઈશાન કિશનને આ પગલું ભરવાની ફરજ પડી શકે છે. જ્યારે આ પહેલા પણ ઘણા ખેલાડીઓ આવું કરી ચુક્યા છે.