શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર હુમલામાં સામેલ આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર, તેના પર હતું કરોડોનું ઈનામ

ઇસ્લામાબાદ,પાકિસ્તાનામાં એક વોન્ટેડ આતંકવાદીને ત્યાની પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો હતો. આ આતંકવાદી ૨૦૦૯માં લાહોરમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર થયેલા હુમલામાં સામેલ હતો. વર્ષ ૨૦૦૯માં શ્રીલંકન ટીમ પર થયેલા આતંકી હુમલામાં ઘણા શ્રીલંકાના ખેલાડી ઘાયલ થયા હતા. આ હુમલા બાદ કોઈપણ ટીમ પાકિસ્તાનના પ્રવાસે જતી ન હતી.

આ આતંકવાદી તહરીક-એ-તાલિબાન ખ્યારા સંગઠનનો સદસ્ય હતો. પોલીસના જણાવ્યા મુજબ તેનું એન્કાઉન્ટર ડેરા ઈસ્માઈલ ખાનની નજીક ફતેહ મૂરમાં થયુ હતું. તેના પર કોરોડો રૂપિયાનું ઈનામ હતું. આ આતંકવાદીઓએ ૨૦૦૯માં લાહોરમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું પણ કહેવાય છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન આતંકવાદીઓએ પાકિસ્તાની સેના અને સુરક્ષા દળો પર ૭થી વધુ હુમલા કર્યા છે. આ હુમલા દરમિયાન ૧૦થી વધુ પાકિસ્તાની સૈનિકો સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.

આ આતંકી તાજેતરમાં જિલ્લા હોસ્પિટલ હેડક્વાર્ટરમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં સામેલ હતો. વર્ષ ૨૦૦૯માં શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર થયેલા હુમલામાં ૭ પોલીસ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. આ સિવાય શ્રીલંકાના ક્રિકેટર મહેલા જયવર્દને, કુમાર સંગાકારા, અજંતા મેન્ડિસ, થિલાન સમરવીરા, થરંગા પરનાવિતાના અને ચામિંડા વાસને પણ ગોળી વાગી હતી. આ હુમલા બાદ વિદેશી ટીમોએ ઘણા વર્ષો સુધી પાકિસ્તાનનો પ્રવાસ કરવાનું ટાળ્યું હતું. છેલ્લા થોડા ઘણા સમયથી સઘન સુરક્ષા વ્યવસ્થા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમોએ પાકિસ્તાન પ્રવાસ શરૂ કર્યો છે.