કોલંબો, શ્રીલંકાના દિયાતલાવામાં આયોજિત ફોક્સ હિલ સુપર ક્રોસ ૨૦૨૪ રેસિંગ ઈવેન્ટ દરમિયાન એક રેસિંગ કાર ટ્રેક પરથી ભટકી જતાં આઠ વર્ષના બાળક સહિત સાતના મોત થયા હતા અને ૨૦ અન્ય ઘાયલ થયા હતા.પોલીસ મીડિયાના પ્રવક્તા ડીઆઈજી નિહાલ થલદુવાના જણાવ્યા અનુસાર, બે રેસ કારોએ નિયંત્રણ ગુમાવ્યું અને દર્શકોના જૂથ સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો.ઘાયલોને દિયાતલાવા બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. તદુપરાંત, ગંભીર ઇજાગ્રસ્ત ત્રણ લોકોને બદુલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.મૃતકો શ્રીલંકાના અવિસાવેલા, મટારા, અકુરેસા અને સીદુવા વિસ્તારના છે. ડેઈલી મિરરના અહેવાલ મુજબ દુર્ઘટના પછી, ઇવેન્ટની બાકીની રેસ રદ કરવામાં આવી છે.
શ્રીલંકા ઓટોમોબાઈલ સ્પોટર્સ ના સહયોગથી શ્રીલંકા મિલિટરી એકેડેમી દિયાતલાવા દ્રારા આયોજિત ફોક્સ હિલ સુપર ક્રોસની ૨૮મી આવૃત્તિ રવિવારના રોજ દિયાતલાવામાં શરુ થઈ હતી