
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન પંચમહાલના પ્રભારી સુભાષચંદ્ર મહેતા (એડવોકેટ) તરફથી કાલોલની ભગીની સેવા મંડળ સંચાલીત શાળામાં ધો 4 અને ધો 5ના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયું. જે કાર્યક્રમમા ભગીની મંડળના મંત્રી અને VYOના દિપ્તીબેન પરીખ, લાડ જ્ઞાતિના પ્રમુખ શશીકાંત પરીખ, રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ શાહ, VYO મહીલા વિંગના સ્નેહલ મહેતા, અસ્મિતા પરીખ, સીમા ગાંધી અરૂણાબેન શાહ, શાળાના આચાર્ય અને સ્ટાફ તેમજ વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગીક પ્રવચનમાં દાતાનો આભાર વ્યક્ત કરી અંદાજીત 100 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયું હતું.