ગોધરા,
રાજ્યકક્ષાના કલા ઉત્સવમાં કાવ્ય લેખન 2023ની સ્પર્ધામાં શ્રી સ્વામીનારાયણ હાઈસ્કુલ જાફરાબાદ (કાંસુડી)ના વિદ્યાર્થી નાયકા મુકેશભાઈ રમેશભાઈ ધો.10નો વિદ્યાર્થી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તે બદલ શાળાના આચાર્ય રાજુભાઈ વી. ચૌહાણ તથા શાળા મંડળના પ્રમુખ કે.કે.પટેલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
શાળાના પ્રમુખ કે.કે.પટેલના જણાવ્યા મુજબ શાળા છેલ્લા કેટલાક વર્ષથી દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે અને શાળાના તમામ કાર્યને પોતાનું કાર્ય સમજતા એવા શાળાના આચાર્ય રાજુભાઈ વી. ચૌહાણની સતત કામગીરી તેમજ માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ કામગીરી કરીને આગળ વધવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. સમગ્ર સ્ટાફને તેમની તમામ કામગીરી અભિનંદનને પાત્ર છે. સમગ્ર ટીમને શાળા મંડળ તરફથી ખૂબ ખૂબ અંભિનંદન.