કાલોલ, પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના શામળદેવી મુકામે આવેલ શ્રી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટમાં તારીખ 1/7/93 થી પટાવાળા તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ સવજીભાઈ બારોટ તથા તેમના પત્ની કોકીલાબેન અરવિંદભાઈ બારોટ જેવો તારીખ 1/5/96 થી પટાવાળા તરીકેની ફરજમાં બંને પતિ-પત્ની હાજર રહ્યા હતા. નોકરીના દરમિયાન તેઓને તેમની કામગીરી કે અન્ય કોઈ બાબતે ઠપકો નોટીસ કે ચાર્જશીટ કે મેમો કે આપવામાં આવેલ ના હતો, તેઓને કોઈપણ વ્યાજબી કારણો સિવાય અરવિંદભાઈને તારીખ 13/12/18 તથા કોકીલાબેન ને 15/5/19 ના રોજ મજુર કાયદાની જોગવાઈ 25-એચ અને 25-એફ નો ભંગ કરી નોકરી માંથી છૂટા કરી દેતા અરજદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ.ભોઈ મારફતે ઔદ્યોગિક વિભાગ ધારા 1947 કલમ 10(1) હેઠળ નોકરીમાં પુન: સ્થાપિત કરવા અંગેનો કેસ દાખલ કરેલ જે કેસ ચાલી જતા કેસમાં પડેલા પુરાવા આધારિત બંને પક્ષકારોના વકીલોની દલીલો સાંભળી અરજદાર તરફે ફેડરેશનના પ્રમુખ એ.એસ.ભોઈ દ્વારા કેસમાં પડેલા પુરાવા આધારિત લંબાણપૂર્વક દલીલો કરતા મજૂર અદાલત ગોધરા દ્વારા બંને વકીલોને સાંભળી અરવિંદભાઈ તથા કોકીલાબેનને સંસ્થા દ્વારા નોકરી માંથી છૂટા કરવાનું પગલું ગેરવ્યાજબી ગેરકાનૂની ઠેરવી તેઓને તેમની મૂળ જગ્યાએ નોકરીમાં પુન:સ્થાપિત કરવાનો આખરી આદેશ ફરમાવેલ છે. મજુર અદાલત ગોધરાના આદેશનું પાલન કરવા સંસ્થાને નોટિસ પાઠવવામાં આવેલ છ.ે