ભિવાની, શ્રીરામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે સોમવારે, હરિયાણાના ભિવાનીમાં રામલીલા દરમિયાન મંચ પર હનુમાનનું પાત્ર ભજવતા કલાકાર શ્રીરામના ચરણોમાં મૃત્યુ પામ્યો હતો. અભિનય કરતી વખતે તે કલાકારે એ બાળક ચરણોમાં અંતિમ શ્વાસ લીધા જેણે શ્રીરામનું પાત્ર ભજવ્યું હતું. બધાએ પહેલા તો તેનો અભિનય માનીને તાળીઓ પાડી. પરંતુ, જ્યારે થોડા સમય સુધી તેના શરીરમાં કોઈ હલનચલન ન થયું ત્યારે લોકોએ તેની નાડી તપાસી. બાદમાં તેને તરત જ ડોક્ટરો પાસે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
મૃત્યુ પામેલા કલાકારનું નામ હરીશ મહેતા છે. તે ૨૫ વર્ષથી રામલીલામાં હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યો હતો. હરિયાણાના ભિવાનીમાં જવાહર ચોક ખાતે આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો.
હરીશ મહેતા વીજળી વિભાગમાંથી જેઈ પદેથી નિવૃત્ત થયા હતા. કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે રામલીલા દરમિયાન તેઓ શ્રીરામના ચરણોમાં પડી ગયા હતા પરંતુ ઊભા ન થઈ શક્યા. જ્યારે તેમને ખબર પડી કે હરીશ બેભાન છે, ત્યારે તેઓ તેને ભિવાનીની હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંના તબીબોએ તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યો હતો.