શ્રીનગરમાં ઓલ પાર્ટીઝ હુરયત કોન્ફરન્સની કચેરી જપ્ત કરી

શ્રીનગર,

એનઆઇએએ યુયએપીએ મામલામાં શ્રીનગરમાં ઓલ પાર્ટીઝ હુરયત કોન્ફરન્સ(એપીએચસી)ની કચેરી જપ્ત કરી છે.આતંકવાદના નાણાં પોષણથી જોડાયેલ એક મામલાની તપાસના સંબંધમાં રાષ્ટ્રીય અન્વેષણ અભિકરણ(એનઆઇએ)ની એક ટીમ શ્રીનગરના રાજબાગ ખાતે હુરયત કોન્ફરન્સના કાર્યાલયે પહોંચી હતી.સુત્રોએ જણાવ્યું હતું કે એનઆઇએએ આ તપાસ હેઠળ હુરયત કોન્ફરન્સના કાર્યાલયને સીલ કરી દીધો છે. હુરયત કોન્ફરન્સ ૨૬ અલગાવવાદી સંગઠનોનો એક સમૂહ છે.તેની રચના ૧૯૯૩માં કરવામાં આવી હતી સરકાર દ્વારા અલગાવવાદી સંગઠનોની વિરૂધ કાર્યવાહી બાદ ઓગષ્ટ ૨૦૧૯થી હુરયત કોન્ફરન્સની રાજબાગ ખાતે કાર્યાલય બંધ છે.

એનઆઇએના સુત્રોનું કહેવુ છે કે જે ઇમારતમાં હુરયત કોન્ફરન્સની કાર્યાલય છે. તે આંશિક રીતે અલગાવવાદી નેતા નઇમ ખાનના સ્વામિત્વમાં છે જે વર્તમાનમાં દિલ્હીની તિહાડ જેલમાં આતંકવાદના નાણાંપોષણના મામલામાં બંધ છે.એનઆઇએ દ્વારા એક વિશેષ અદાલતને જણાવ્યું હતું કે આ કાર્યાલયનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓને પરિણામ આપવા અને અલગાવવાદી એજન્ડાને આગળ વધારવા માટે કરવામાં આવી રહ્યો હતો ત્યારબાદ ઇમારતને ગેરકાનુની ગતિવિધિ હેઠળ સીલ કર્યું.

એ યાદ રહે કે દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે અલગાવવાદી નેતા નઇમ અહમદ ખાનની વિરૂધ એનઆઇએ દ્વારા તપાસ કરવામાં આવેલ એક યુએપીએ મામલામાં શ્રીનગરમાં હુરયત કોન્ફરન્સની કચેરી જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.પટિયાલા હાઉસ કોર્ટના વધારાના સત્ર ન્યાયાધીશ શૈલેન્દ્ર મલિકે કાર્યાલયને જપ્ત કરવા માટે યુએપીએની કલમ ૩૩ એક હેઠળ એનઆઇએની અરજી પર આદેશ પસાર કર્યો અને હુરયત કોન્ફરન્સનું ભવન કાર્યાલય જે હેઠળ એપીએચસીના કાર્યાલયના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે અને તેને જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.