નવીદિલ્હી, મધુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર વિવાદમાં મસ્જિદ સમિતિની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. વાસ્તવમાં, આ અરજી મસ્જિદ કમિટીએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી દાખલ કરી હતી. આ અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટના તે આદેશને પડકારવામાં આવ્યો છે, જેમાં તેણે વિવાદ સાથે જોડાયેલા ૧૫ કેસને એક્સાથે ચલાવવાનું કહ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે આ તમામ કેસ એક જ પ્રકારના છે અને સમાન પુરાવાના આધારે નિર્ણય લેવાનો છે. આ કારણોસર, કોર્ટનો સમય બચાવવા માટે, આ બધા કેસની સુનાવણી એક્સાથે કરવી વધુ સારું રહેશે.
મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ – શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ અંગે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી બંધ કરી દીધી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં જવાની મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે મસ્જિદ કમિટીએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો જેમાં હાઈકોર્ટે આ વિવાદ સાથે જોડાયેલા તમામ ૧૫ કેસને એક્સાથે જોડીને સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત પંદર કેસોને ક્લબ કરવાના અલ્હાબાદ હાઇકોર્ટના નિર્દેશ સામે મુસ્લિમ પક્ષકારો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલનો નિકાલ કર્યો છે. જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે પડકાર હેઠળના આદેશને પાછો બોલાવવા માટેની અરજી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ હોવાથી, મસ્જિદ ટ્રસ્ટને અગાઉના પરિણામથી અસંતુષ્ટ હોય તો વર્તમાન અપીલ ફરીથી ખોલવાની સ્વતંત્રતા આપવામાં આવી છે