ગોધરા, ભારત સરકારના યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર ગોધરા અને કે.એમ.મહેતા સાર્વજનિક હાઇસ્કૂલ, મોરવા(રેણા)ખાતે જલ સંવાદ, કીવ્ઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. વિવિધ જગ્યાએ વરસાદી પાણી બચાવો અંતર્ગત જુદાં જુદાં પઘ્ઘતિથી પાણી બચાવો, કીવ્ઝ કોમ્પિટિશન, જાગુર્તિ માટેના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં પાણી બચાવો પર, શાળાના આચાર્ય નરેશભાઈ પટેલ તેમજ નરેન્દ્રભાઈ પટેલ ખૂબ જ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જીલ્લામાં વિવિધ જગ્યાએ નિબંધસ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કીવ્ઝ કોમ્પિટિશન વગેરે કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું. ઉપરાંત જાહેર જગ્યાએ વોલ પેન્ટિગ, સ્વોગન, રાઈટીંગ, નુક્કડ નાટક જેવાં કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્યહેતુ વરસાદી પાણી બચાવવાનો તથા ગ્રામજનો અને આજની યુવા પેઢીને પાણીનું મહત્વ સમજે તે હતો. જળ એજ જીવન હોય યુવક/ મહિલા મંડળો સભ્યો. રાષ્ટ્રીય સેવા, કર્મીઓ કાર્યકમ સફળ બનાંવ્યો હતો. વિવિધ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેનાર અને વિજેતાઓને ઇનામ, પ્રમાણપત્રો, ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન નેહરૂ યુવા કેન્દ્ર ગોધરા કચેરીના જીલ્લા યુવા અધિકારી વિઠ્ઠલભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.