શ્રી જે એન્ડ જે પટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સંતરામપુરનું ગૌરવ વધાર્યું

તાજેતરમાં ખેલ મહાકુંભ 2.0 જીલ્લા કક્ષાની સ્પર્ધા તા.22/1/2024 ના રોજ ખાનપુર તાલુકામાં નીલકંઠ વિદ્યામંદિર ખાતે તિરંદાજીની સ્પર્ધા અંડર 14 અને અંડર 17 ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તિરંદાજી (આર્ચરી) વિભાગની સ્પર્ધામાં સંતરામપુરમાં તાલુકામાં આવેલ શ્રી જે એન્ડ પટેલ પ્રાથમિક શાળા ના 8 વિદ્યાર્થીઓએ તિરંદાજી સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા થાય છે. જેમાં અંડર-14 બહેનો (1) અમલીયાર ઉન્નતી જીતેન્દ્રભાઈ (2) ડામોર યાચના હરિશચંદ્રભાઈ, અંડર-14 ભાઈઓ (1) તાવિયાડ રોનકભાઈ વિક્રમભાઈ (2) પ્રજાપતિ નેત્ર દિપેશકુમાર (3) રાઠોડ મયંક દિનેશચંદ્ર, અંડર-17 ભાઈઓ (1) મકવાણા ધ્રુમિલ ગોવિંદભાઈ (2) સંગાડા હર્ષ રાકેશભાઈ, અંડર-17 બહેનો (1) ભુરીયા હિરલબેન સુરેશભાઈ વિજેતા થયા છે. તમામ સ્પર્ધકોને તેમના ગુરૂ વસાવા કમલેશભાઈએ સખત મહેનત કરી પ્રશિક્ષણ તાલીમ આપી હતી. તમામ વિજેતા બનનાર સ્પર્ધકોને શ્રી જે એન્ડ જે પટેલના ચેરમેન રમેશભાઈ ભાઈ પટેલ અને આચાર્યા દિનેશભાઈ પટેલએ અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી હતી.