દાહોદ, શ્રીગોવિંદ ગુરૂ યુનિવર્સિટી દ્વારા તારીખ 26-06-2023 ના રોજ ચતુર્થ દિક્ષાંત સમારોહ વંદનીય સંત શ્રી મોરારી બાપુ તથા કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં યોજાયો. આ ચતુર્થ દિક્ષાંત સમારોહમાં દાહોદ અનાજ મહાજન સાર્વજનીક એજ્યુકેશન સોસાયટી સંચાલીત, નવજીવન સાયન્સ કોલેજના વિધ્યાર્થીઓ, ક્રિષ્ના હરીશ ડાભી (પ્રાણીશાસ્ત્ર), દિપીકા મુકેશભાઇ રાઠોડ (રસાયણશાસ્ત્ર), ઉર્મિલાબેન દલાભાઇ નિનામા (વનસ્પતીશાસ્ત્ર) તથા રાજવી ગોપીકુમાર પટેલ (ગણિત તથા યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટી બી.એસ.સી. માં પ્રથમ) આવવા બદલ કુલ પાંચ સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત કરી નવજીવન સાયન્સ કોલેજ, સંસ્થા તેમજ દાહોદ જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. તે બદલ નવજીવન સાયન્સ કોલેજના કાર્યકારી આચાર્ય ડો.જી.જે. ખરાદી, વિદ્યાર્થી સંઘ ના ઉપપ્રમુખ ડો. દિગ્વિજયસિંહ રાણા, ડો. કે. ટી. જોષી તથા કોલેજ પરીવાર સર્વે સુવર્ણ ચંદ્રક વિજેતા વિધાર્થીઓ ને હાર્દિક અભિનંદન પાઠવે છે.