શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી વિંઝોલ ખાતે Phdના કોર્સવર્કનો શુભારંભ

ગોધરા, તાજેતરમાંજ ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી વિંઝોલ ખાતે Phdના કોર્સવર્કનો શુભારંભ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સીટી, વિંઝોલ (ગોધરા) માં વિવિધ વિષયોની ડી.એ.આર.સી. તારીખ 16 ડિસેમ્બરે સંપન્ન થતા પી.એચ.ડી. કોર્સમા પ્રવેશ માટે જુદા-જુદા 17 વિષયોમાં કુલ 164 છાત્રો ગુણવત્તાના આધારે પ્રવેશને પાત્ર ઠર્યા છે. આ તમામ છાત્રો માટે કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના નિર્દેશ મુજબ યુ.જી.સી. ની ગાઈડલાઈન મુજબના કોર્સવર્કનો તારીખ 18 ડિસેમ્બર 2023 થી યુનિવર્સીટી ભવન ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે. 30 દિવસો સુધી ચાલનારા આ કોર્સવર્કમાં ઉપસ્થિત તમામ છાત્રોને શોધકાર્યમાં ઉપયોગી એવા સંશોધન પદ્ધતિકરણ, સંશોધનનાં નૈતિક મૂલ્યો, સંશોધનમાં ટેકનોલોજીનો પ્રયોગ, વિષયક્ષેત્ર સંબંધી સંશોધન તાલીમ વગેરે વિશે તજજ્ઞ વિદ્વાનો સઘન માર્ગદર્શન આપશે. કોર્સવર્કના અંતે કસોટીમાં ઉતીર્ણ થનાર છાત્રોને શોધકાર્ય માટે માર્ગદર્શન ફાળવવામાં આવશે અને યુનિવર્સીટીમાં શોધાર્થી તરીકે પ્રવેશ આપવામાં આવશે.