શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ લો કોલેજ ગોધરાના પરીક્ષા કેન્દ્રની શુભેચ્છા મુલાકાતે

ગોધરા, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ કે જેઓએ એક સક્ષમ અને સમર્થ વહીવટકર્તા તરીકે ઉદાહરણીય કામગીરી કરી શિક્ષણ આલમમાં લોકચાહના મેળવી છે અને જેઓ સદૈવ રચનાત્મક કાર્ય કરવા માટે જાણીતા છે. તેઓએ આજરોજ લો કોલેજ ગોધરાના પરીક્ષા કેન્દ્ર ખાતે શરૂ થયેલી llb સેમેસ્ટર-6ની યુનિવર્સિટી પરીક્ષામાં વિદ્યાર્થીઓને રૂબરૂ મળી પરીક્ષા તથા સફળ કારકીદી અંગે શુભેચ્છાઓ પાઠવી હતી.

તેઓએ એક એક પરીક્ષા ખંડમાં જઈ જાત નિરીક્ષણ કર્યુ હતું અને સાથે સાથે કોલેજના આચાર્ય ડો. અપૂર્વ પાઠક તથા પરીક્ષાની કામગીરીમાં ફરજ બજાવતા સિનિયર સુપરવાઈઝર ડો.સતીષ નાગર, મહિલા સુપરવાઈઝર ડો.કૃપા જયસ્વાલ તેમજ સૌ સ્ટાફ સાથે પરીક્ષાના સુચારૂ સંચાલન અંગે માહિતી મેળવી સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતો. આવા વિદ્યાર્થીઓનાં હિત માટે સદા તત્પર અને સકારાત્મક અભિગમના પ્રણેતા એવા કુલપતિની આવી શુભેચ્છા મુલાકાતથી વિદ્યાર્થીઓએ અનેરો ઉત્સાહ સાથે ગૌરવની લાગણી અનુભવી હતી.