શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ ગોધરામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઇન્ટર કોલેજ બોક્સસિંગ ગેમમાં પ્રથમ નંબરે

  • લાકોડના મુવાડા ગામના જ પાંચ વતનીઓએ બોક્સિંગ સ્પર્ધામાં વિજેતા મેળવી ગામનું ગૌરવ વધાર્યુ.

હાલોલ ખાતે આવેલ એમ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આયોજીત શ્રીગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ઇન્ટર કોલેજ બોક્સિંગમાં લાકોડના મુવાડા ગામના વતની અને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ સોશ્યોલોજીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી વિજય સોલંકી, કાંકણપુર બી.એડ. કોલેજનો વિદ્યાર્થી જયદીપસિંહ ચૌહાણ તેમજ કાંકણપુર ખાતે આવેલ જે.એલ.કે.કોટેચા આર્ટસ અને એસ.એચ. ગાર્ડી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા હિતેન્દ્રકુમાર ચૌહાણ, જીજ્ઞેશ ચૌહાણ પ્રથમ નંબર તેમજ વિશ્ર્વજીત ચૌહાણે બીજો નંબર મેળવી ગોધરા તાલુકાના લાકોડના મુવાડા ગામનું અને યુનિવર્સિટી અને કોલેજનું નામ રોશન કર્યું હતું.

જે માટે યુનિવર્સિટીનાં કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચિવ ડો.અનિલભાઈ સોલંકી અને સમાજશાસ્ત્ર અનુસ્નાતક વિભાગનાં અધ્યક્ષ ડો.જગદીશ પટેલ, અધ્યાપક ડો.પ્રહલાદભાઈ વણઝારા, ડો.દિપીકા પરમાર,ડો.કરણ ભિલેચા સહિત સ્પોર્ટ કોચ ડો. શૈલેષ પટેલે તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ આગળનાં રાઉન્ડમાં વિજેતા બની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી. તો બીજી બાજુ લાકોડના મુવાડા ગામના જ એક સાથે પાંચ વિદ્યાર્થીઓ અલગ અલગ વેઇટમાં બોક્સિંગમાં પ્રથમ નંબર મેળવતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છવાય ગયો હતો. ત્યારે ગામના વડીલો તેમજ યુવાનોએ પણ તેઓ ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી.