શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા જીલ્લા મહિલા સંભાગ દ્વારા માતૃ વંદના કાર્યક્રમ યોજાયો

ગોધરા,શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા મહિલા સંભાગ દ્વારા ગોધરા ખાતે માતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો. મહિલા સંભાગના જીલ્લા અધ્યક્ષા કાશ્મીરાબેન પાઠકે સમગ્ર કાર્યક્રમનું સુચારૂ અને સફળ આયોજન કર્યું હતું. કાશ્મીરાબેન અને તેમની જીલ્લા ટીમે કાર્યક્રમ ને સફળ બનાવવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું. આ કાર્યક્રમ માં એકસો પચ્ચીસ થી વધુ માતૃ શક્તિ ઓ કે જેમની ઉંમર સાહીઠ વર્ષ થી વધુ હતી. તેમનું પ્રશસ્તિ પત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આખો હોલ હકડેઠઠ ભૂદેવો થી ભરાઈ ગયો હતો.

કાર્યક્રમમાં આશીર્વચન પૂ. માતાજી સ્પષ્ટાત્માંનંદા સરસ્વતીજી આર્ષવિદ્યાલયએ આપ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે વડોદરા મહાનગરના માજી મેયર ડો. જ્યોતિબેન પંડ્યા હાજર રહી કાશ્મીરાબેન અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે માતા એટલે કોણ ? સો શિક્ષકની ગરજ સારે તે એટલે માં કી નોટ સ્પીકર તરીકે ડોલીબેન દવે અમદાવાદ થી પધાર્યા હતા અને તેમને પણ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના સંસ્કૃતિ અને સહકાર સેલના ગુજરાતના પ્રભારી અને ટ્રસ્ટી આશિતભાઈ ભટ્ટ,

પ્રદેશ ઉપાધ્યક્ષ ડો અર્પિત ઠાકર, પંચ અને મહીસાગર પ્રભારી કાર્તિક ત્રિવેદી, પ્રદેશ ઉપાધ્યક્ષ મહિલા ગૌરીબેન જોશી, ભૂમિબેન જોશી, જીલ્લા પ્રમુખ કુણાલ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું.

આશિત ભટ્ટે જણાવ્યું હતું કે, વૈદિક સંસ્કૃતિને, હિન્દુ ધર્મને કોઈ બચાવી શકે તો એ બ્રાહ્મણ છે, હિન્દુઓને સંગઠિત કરી શકે તો એ બ્રાહ્મણ છે. કાર્યક્રમની આભાર વીધી સ્મિતાબેન શુક્લ એ કરી હતી. કાર્યક્રમ પછી પ્રીતિ ભોજન રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.