
ગોધરા, વિશ્ર્વ પર્યાવરણ દિવસ પર શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન તરફથી વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશનના પ્રમુખ ડો. હર્ષદ મહેરા, શિક્ષણ સમિતિના પ્રમુખ મુકેશભાઈ મહેરા, ફાઉન્ડેશનના સહમંત્રી વ્રજ મહેરા અને આઇટી-સોસીયલ મીડિયાના મહામંત્રી વિશાલ મહેરા તેઓના પરીવારજન સાથે મળી વૃક્ષારોપણ કર્યું હતુ
આ તબબકે જે પણ વૃક્ષો રોપાયા હતા. એ વૃક્ષોના કાયમી જતન કરવાની પણ જવાબદારી લેવામા આવી હતી. આ સાથે ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશનના અગ્રણીઓ દ્વારા ગુજરાતભરમાં આણંદ, ડાકોર, વડોદરા, અમદાવાદ, ઉમરેઠ સહીત અનેક જીલ્લાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.